મારા ક્વન..મારા ગીત..

કવિતામાં એ હવે અવરતરતી નથી.
ગઝલનું રુપ હવે ધરતી નથી.
સાવ મુંગી થઇ ગઇ છે આ લાગણી,
હું ઢંઢોળું તોયે સળવળતી નથી.
કવિતામાં એ હવે અવરતરતી નથી

માથે મટુકી મહીંની મેલી,છાતીએ ચીતરાવી મોર
ઉર્વશી મેનકાને શરમાવે એવી,અહીરની ક્ન્યાનો ક્લશોર.
મહીં લ્યો કોઇ મહીં સાદ દેતી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી

ઘેરદાર ઘાઘરામાં નથી અંબરનો વૈભવ,ગોરી કાયાથી ગયું છુંદણાનું કામણ.
ઓઢણીની કોરે ચીતરેલા કાન કુંવરને,તુંટ્યું કીનખાબી ક્મખાનું સગપણ.
વાલાને વઢીને કે”જો  કે”તી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી

ઘમ્મર વલોણાનો ઘુંઘવતો નાદ ગયો,કડલા કાંબીને જેરનો નિનાદ ગયો.
ગયા હાથ વાયરાને પગપાન ગયા,હૈયે રમતા”તા સદાએ કાન ગયા.
ધરણીની ધ્રુજાવે એમ રાસ રમતી નથી….
કવિતામાં એ હવે અવરતરતી નથી

 *************

ગઝલ ગુંજતી સરગમ
પ્રણયની દિવ્યવાણી
ગઝલ રેશમી મોઘમ
મિલનની કહાણી

ચાંદની રાતનો વૈભવ
મદહોશ જવાની
ગઝલ વાસંતી વાયરો
મહેકતી રાતરાણી

ધરા ગુર્જરીને ખોળે
શબ્દની સરવાણી
યમુનાની ગહેરાઈ
ગઝલ ગંગાનું પાણી

ગઝલ સરકતી સરિતા
ઉછળતા મોજાનું પાણી
ભીની માટીની ખુશ્બો
જેમ શ્વાસોમાં ગુંથાણી

પુરી રદીફ કાફીયાના ચીર
એને છંદથી સજાવું
ગઝલ અમારે મન
મારી રાજરાણી 

    *************

ઘેલું ગોકુળ થયું ઘેલા ગોવાળીયા થઈ ગઈ ગોપી સૌ ઘેલી.
શ્વવાસે શ્વાસમાં ભરી શું કામ રાધાને ? શ્યામ બંસરીમાં વહેતી મે”લી!

લાજ શરમ સૌ નેવે મુકી દઈ તુજ સંગ નાચી હતી અલબેલી.
હજી વાટ નીરખે છે યમુના તટ પર હજી નેણમાં છે અશ્રુની હેલી.
શ્વવાસે શ્વાસમાં ભરી શું કામ રાધાને ? શ્યામ બંસરીમાં વહેતી મે”લી!

એને અંગઅંગ વાગે છે વાસંતી વાયરોને રેશમીયો લાગે છે તડકો.
આસમાની ઓઢણીના આભલામાં ચમકે કાન હજી તારા થવાનો અભરખો.
જગતનો નાથ થઈને બેઠો ભલે ના થયો એક અબળાનો બેલી !
શ્વવાસે શ્વાસમાં ભરી શું કામ રાધાને ? શ્યામ બંસરીમાં વહેતી મે”લી!

         ***************
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?
એક તાંતણે ગુંથેલા સબંધના તારને ખેંચીને ક્યાં સુધી ચાલુ?

વૈશાખી વાયરામાં ઉડે ધુળની ડમરી નેણમાં ખુંચે કણ ક્ણ
ધોમધખતા તડકાના સમ દઈ દઈ કોઈ વેણમાં બાંધે ક્ષણ ક્ષણ
કોયલના ટહુકાને અવગણી ભાઈ હું કેમ કરી વસંતને મ્હાલું ?
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?

અષાઢી વાદળા ઘેરાશે નભમાં નવી કુંપળો ફુટશે મનમાં
ભીંજાશે ધરતીનું અંગ અંગને પછી ઉજળૉ ઉઘાડ નીલ ગગનમાં
ભીની માટીની સોડમ શ્વાસમાં ભરી ભાઈ હું, મુજમાં મુજને જીવાડું!
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?

*********************

7 responses to “મારા ક્વન..મારા ગીત..”

24 09 2006
Jayshree (14:13:17) :

કોયલના ટહુકાને અવગણી ભાઈ હું કેમ કરી વસંતને મ્હાલું ?
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?

nice lines…

23 12 2006
ધ્‍યાન રબારી (14:10:48) :

બિમલભાઇ ખરેખર તમો પોલીસ ખાતામાં છો અને આમ છતાં પણ તમોને ગઝલ અને કવિતા પ્રત્‍યે આટલીબધી રૂચિ છે. તે અભિનંદનને લાયક છે. તમે કદાચ કનુભાઇ દેસાઇને ઓળખતા હશો,જેઓ મેળજ પાલ્‍લીના છે અને તેઓ પણ પોલીસ કોન્‍સ્‍ટેબલમાં ગાંધીનગર જિલ્‍લામાં છે.
જય સ્‍વામિનારાયણ બિમલભાઇ
ધ્‍યાન રબારી નડીયાદ

13 02 2007
joshi vivek (07:51:26) :

દરબાર શુ કહુ તમને દોસ્ત,
આના થિ પણ વધારે સુન્દર રચના નિ રાહ જોઇ ને બેઠો છુ.

30 09 2007
shivshiva (09:53:47) :

કવન વાંચતા મારો દીકરો યાદ આવ્યો જેનું નામ જ કવન છે. ત્યાં તો તમારી કવિતાઓ વાંચી ખૂબ સરસ છે. ખૂબ સુંદર રચનાઓ પીરસતા રહો.

16 01 2008
shivani (17:02:19) :

nice kavita
mari pase shabdo j nathi
k tame ketlu saras lakho cho ae varnan karwa mate
bas nice

3 07 2008
मदन देवासी सरनाउ जालोर राजस्थान (12:39:40) :

ચાંદની રાતનો વૈભવ
મદહોશ જવાની
ગઝલ વાસંતી વાયરો
મહેકતી રાતરાણી

16 07 2008
Kamlesh (Gati) (04:08:06) :

bahu saras bhai.
hu New Zealand ma chhu.
Gujarati poems nu atlo saras collection me bije kyay joyu nathi.
Tame Rupal na j chho te hu janu chhu.
Satish patel is my friend.
Channel wala Jigabhai ne pan hu janu chhu.

pls write more poems and put photos of VARDAYINIMAA as much as more.
see u again.

Jay Vardayini

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>