મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું

ચાહતના દરિયેથી જડ્યું મને એવું રતન
તારા ભાલે જડવા જતાં થઈ બેઠું ચુંબન

આ લહેરાતા મોજાઓ સાન ભાન ભુલેલો પવન
તારી ઝુલ્ફ્ને સ્પશઁવા જતાં થઈ બેઠો ગુંજન
તું થઈ જ ધરતી લીલીછમ હું માટીની સોડમ..
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન

સિંધુની રેતીમાં ઘર ઘર રમીએ કરીએ પ્રેમનું જતન
મોજા આવી તોડી દે પછી ફરી ઉભું કરવાનું મંથન
એક રીતે તો રહી શકીશું આપણે એકબીજામાં મગન…
ચાહતના દરીયેથી જડયું મને એવું રતન…….

મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું
સાગરમાં નદી ભળે એમ ભળ મારામાં તું
સદા આમ જ વહેતું રહે પ્રેમનું મીઠું ઝરણ…
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન….

One response

21 08 2010
સોહમ રાવલ

વાહ બાબુભાઇ..ક્યાં આપની જોબ અને ક્યાં આવી કવિતાઓ લખવાની વાત….
ખુબ જ સરસ ઉપરની કવિતા છે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s




Follow

Get every new post delivered to your Inbox.