મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું
22 12 2006
ચાહતના દરિયેથી જડ્યું મને એવું રતન
તારા ભાલે જડવા જતાં થઈ બેઠું ચુંબનઆ લહેરાતા મોજાઓ સાન ભાન ભુલેલો પવન
તારી ઝુલ્ફ્ને સ્પશઁવા જતાં થઈ બેઠો ગુંજન
તું થઈ જ ધરતી લીલીછમ હું માટીની સોડમ..
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતનસિંધુની રેતીમાં ઘર ઘર રમીએ કરીએ પ્રેમનું જતન
મોજા આવી તોડી દે પછી ફરી ઉભું કરવાનું મંથન
એક રીતે તો રહી શકીશું આપણે એકબીજામાં મગન…
ચાહતના દરીયેથી જડયું મને એવું રતન…….
મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું
સાગરમાં નદી ભળે એમ ભળ મારામાં તું
સદા આમ જ વહેતું રહે પ્રેમનું મીઠું ઝરણ…
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન….
*********************************
અથઁ પ્રેમનો હવે પુછો ના
વહેવા દો આંસુને લુછો ના
વહેલી સવારના સુરજની શીખ
સાવ ફીક્કા હોઠને ચુસોના
બહુ જુદી છે જીવનની એકડી
એકડા પછી બગડાને ઘુંટો ના
હું મનાવવા ના આવી શકું “નીલું”
એવી રીતે તો મારાથી રુઠો ના
હાથતાળી દઈ ગયા અષાઢી વાદળા
ચોમાસું ખેડું ના નેણનું પુછો ના
એક ઘા ને બે ટુકડા કરી નાખો
આમ ઘડીઘડી “નારાજ” ને લુંટો ના
very nice…!!..really i m speech less now for this…!!really really very good words..!!
સરસ શબ્દો !!!
hi darling this is 4 u
સુંદર રચનાઓ… અભિનંદન…
Nice one!!!!!!!!! Congretulations!!!!!!!!!!!!!!!!!!!
very nice bimal….. I like the second one the most!
keep it up!
superp__________!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!