હોળીના રંગ મુબારક…..

2 03 2007

picture1-002.jpg કેસુડાના ફુલને નીચોવ્યા વગર પણ માણી શકો છો “કસુંબલ રંગનો વૈભવ.

ચૈતર વૈશાખના વાયરા વાયાને કેસુડે ખીલ્યા છે ફુલ
પાલવમાં પ્રસરી છે વાસંતી ખુશ્બુને ડમરીએ ચઢી છે ધુલ
લીધી કોણે અંગડાઈ જોબનને આંગણે થઈ જાયના રેશમી ભુલ
ચૈતર વૈશાખના વાયરા વાયાને કેસુડે ખીલ્યા છે ફુલ

કુંવારા કમખામાં કોય્લનો ટહુકોને  ચહેરે કસુંબલ નુર
પગ ધરતી પર ઠરતો નથીને આકાશે આંબે છે ઉર
સોનેરી સપના આંખની અટારીએ સાદ કરે સાતે સુર્
ચૈતર વૈશાખના વાયરા વાયાને કેસુડે ખીલ્યા છે ફુલ

પહેલી નજરની પહેલી મહોબતને હોઠે અટકેલી હૈયાની વાત
આભના તારલા ગણીગણીને  વીતાવવી વેરણ રાત
ઓરા આવો તો જરી કાનમાં કહું ક્યાં ઠાલવું આ ઘોડપુર
ચૈતર વૈશાખના વાયરા વાયાને કેસુડૅ ખીલ્યા છે ફુલ

ભવભવના બંધનમાં બાંધીને વાલમા ચાલી નીકળ્યા પરદેશ
રાધા થઈ વાટ નીરખું કે સાજણા ધરું હું મીરાંનો ચૈવેશ
પાછા નહી ફરવાની ખાતરી લઈ જીવું કે તોડું દુનીયાના દસ્તુર
ચૈતર વૈશાખના વાયરા વાયાને કેસુડે ખીલ્યા છે ફુલ
 
Actions

Information

3 responses to “હોળીના રંગ મુબારક…..”

2 03 2007
chetu (15:48:55) :

પહેલી નજરની પહેલી મહોબતને હોઠે અટકેલી હૈયાની વાત
આભના તારલા ગણીગણીને વીતાવવી વેરણ રાત
ભવભવના બંધનમાં બાંધીને વાલમા ચાલી નીકળ્યા પરદેશ
રાધા થઈ વાટ નીરખું કે સાજણા ધરું હું મીરાંનો ચૈવેશ
પાછા નહી ફરવાની ખાતરી લઈ જીવું કે તોડું દુનીયાના દસ્તુર
… heart touchable words..!…

2 03 2007
Neela Kadakia (16:17:52) :

તમારો મેસેજ મળ્યા પછી લખવાનું મન થઈ ગયું કે
કેસુડા રંગે
ભીંજ્યું જોબન
વાસંતી કો વાયરો
મદમસ્ત શો
મહેકી ઊઠ્યો

2 03 2007
UrmiSaagar (17:28:54) :

સરસ રચના છે બિમલ… અભિનંદન!
થોડા થોડા વખતે ક્યાં ખોવાઇ જાવ છો?
નિયમિત લખતા રહેશો તો અમને વધુ મજા આવશે.

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>