હદય સિંહાસને કોઈ ના બિરાજે પહેરી પ્રેમ મુગટ
તો મિત્રો સમજવું ભલા આ એક ફેરો ગયો ફોગટ.
આજના ચંદ્ર ગ્રહણના કારણમાં પુછો તો બસ એટલું
નીલું મને યાદ કરી આહીસ્તા બદલતી હશે કરવટ
મારી પાયમાલી પર નહીં સારે એ આંસુ કદાપી દોસ્તો
એને ડર છે કે જાહેર થઈ જાશે હદયના બધા તરકટ
વષોઁ થયાને હજી આવ્યો નથી કોઈ જવાબ એનો
મારા સવાલમાં કરી હતી મેં ઘણી એવી ચોખવટ
એને રોકે સંસ્કારના બંધન મને અસ્મીતા અનુરાગની
હું જતો નથી મંદિર હવે એ પણ ક્યાં આવે છે પનઘટ
“નારાજ” એક ઢળતી સાજે એ મારી જાત પુછી બેઠા
સુણી સુકાઈ ગયું પ્રેમનું ઝરણું જે વહેતું હતું ઘટઘટ
હદય સિંહાસને કોઈના બિરાજે પહેરી પ્રેમ મુગટ
તો મિત્રો સમજવું ભલા આ એક ફેરો ગયો ફોગટ.
સુણી સુકાઈ ગયું પ્રેમનું ઝરણું જે વહેતું હતું ઘટઘટ
એને રોકે સંસ્કારના બંધન મને અસ્મીતા અનુરાગની
ekdam saras..!
saras rachanaa chhe.
હદય સિંહાસને કોઈ ના બિરાજે પહેરી પ્રેમ મુગટ
તો મિત્રો સમજવું ભલા આ એક ફેરો ગયો ફોગટ.
bimal bhaai, “koinaa biraaje” nahin paN “koi naa biraje” evu lakhavaa maagataa hataa?
thanx after post i think about this mistake i forgate space
વષોઁ થયાને હજી આવ્યો નથી કોઈ જવાબ એનો
મારા સવાલમાં કરી હતી મેં ઘણી એવી ચોખવટ
- સરસ !