રુપ છે તમારું કે ચાંદની રાતોનો તાગ છે,
21 03 2007રુપ છે તમારું કે ચાંદની રાતોનો તાગ છે,
નયન છે તમારા કે કોઇ જાદુઈ ચરાગ છે.
ભીનું સંકેલી તો લીધુ સખી તમે હદયની વાતમાં
બુઝાશે ના આખો જનમારો આ સાગરની આગ છે.
જકડીને રાખ્યો છે મને લાગણીઓના પાશથી
ડંખે છે પળ પળ એ સુંવાળા સબંધોના નાગ છે.
મક્કાને મદીના વળી કાશી ને મથુરા,
ખુદાના ધામ છે બધા કે માણસાઈના ભાગ છે.
જગત આખુયે ચાલે છે જે કોઈ ધારણા પર,
મારી ધારણા પણ કોઈ એવી ધારણાનો ભાગ છે.
નથી નાસમજ એટલા કે ના સમજે વાતમાં ,
“નારાજ” નામ છે કોનુ એ કોના જીવતરનો ભાગ છે.
ભીનું સંકેલી તો લીધુ સખી તમે હદયની વાતમાં
બુઝાશે ના આખો જનમારો આ સાગરની આગ છે.
જકડીને રાખ્યો છે મને લાગણીઓના પાશથી
ડંખે છે પળ પળ એ સુંવાળા સબંધોના નાગ છે.
sundar shabdo..!!!..thoda shabdo ma ghanu kai gaya..!!
સુંદર શબ્દો
જકડીને રાખ્યો છે મને લાગણીઓના પાશથી
ડંખે છે પળ પળ એ સુંવાળા સબંધોના નાગ છે.
- Very Nice !
જગત આખુયે ચાલે છે જે કોઈ ધારણા પર,
મારી ધારણા પણ કોઈ એવી ધારણાનો ભાગ છે.
આ શેર બહુ જ ગમ્યો