રુપ છે તમારું કે ચાંદની રાતોનો તાગ છે,

21 03 2007

રુપ છે તમારું કે ચાંદની રાતોનો તાગ છે,
નયન છે તમારા કે કોઇ જાદુઈ ચરાગ છે.

ભીનું સંકેલી તો લીધુ સખી તમે હદયની વાતમાં
બુઝાશે ના આખો જનમારો આ સાગરની આગ છે.

જકડીને રાખ્યો છે મને લાગણીઓના પાશથી
ડંખે છે પળ પળ એ સુંવાળા સબંધોના નાગ છે.

મક્કાને   મદીના   વળી   કાશી  ને  મથુરા,
ખુદાના ધામ છે બધા કે માણસાઈના ભાગ છે.

જગત આખુયે ચાલે છે જે કોઈ ધારણા પર,
મારી ધારણા પણ કોઈ એવી ધારણાનો ભાગ છે.

નથી નાસમજ એટલા કે ના સમજે વાતમાં ,
“નારાજ” નામ છે કોનુ એ કોના જીવતરનો ભાગ છે.


Actions

Information

4 responses to “રુપ છે તમારું કે ચાંદની રાતોનો તાગ છે,”

21 03 2007
chetu (08:42:55) :

ભીનું સંકેલી તો લીધુ સખી તમે હદયની વાતમાં
બુઝાશે ના આખો જનમારો આ સાગરની આગ છે.

જકડીને રાખ્યો છે મને લાગણીઓના પાશથી
ડંખે છે પળ પળ એ સુંવાળા સબંધોના નાગ છે.

sundar shabdo..!!!..thoda shabdo ma ghanu kai gaya..!!

21 03 2007
shivshiva (12:38:07) :

સુંદર શબ્દો

21 03 2007
Dhaval (16:39:55) :

જકડીને રાખ્યો છે મને લાગણીઓના પાશથી
ડંખે છે પળ પળ એ સુંવાળા સબંધોના નાગ છે.

- Very Nice !

21 03 2007
Suresh Jani (22:22:24) :

જગત આખુયે ચાલે છે જે કોઈ ધારણા પર,
મારી ધારણા પણ કોઈ એવી ધારણાનો ભાગ છે.

આ શેર બહુ જ ગમ્યો

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>