મારીચ છું માણસ છું સુવણઁ હરણ છું

23 03 2007


| View Show | Create Your Own 

તારું નામ લઈને ગઝલે જામ છલકાવું છું,
ને હરએક હરફમાં તારું નામ છુપાવું છું.

મારીચ છું માણસ છું સુવણઁ હરણ છું,
રામબાણ વાગે ત્યાં જ રામ પુકારું છું.

સમો પણ અટકાવી દઉ કોરા કાગળમાં,
લ્યે લાગણીના અશ્વને લગામ લગાવું છું.

જડચેતના જગાડવાનો ગુનો કયોઁ  છે તે,
તારા પર આ રુપાળો ઇલઝામ લગાવું છું.

લો કંકુ ચોખાને આ ગઝલ વધાવી લ્યો,
અક્ષર-અક્ષર અડસઠ તીરથ ચારધામ સજાઁવું છુ.

હો મકતાનો શેર કે હો મત્લાનો “નારાજ”
લોહી રેડવાની હું હૈયે હામ ધરાવું છું.


Actions

Information

8 responses to “મારીચ છું માણસ છું સુવણઁ હરણ છું”

23 03 2007
sujata (06:21:13) :

superb!!!!!!!each line has its own meaning………keep it up…….

23 03 2007
chetu (08:31:28) :

sujatabahen is right..! very nice words n meanings..!

23 03 2007
Neela Kadakia (09:24:09) :

તમારી ગઝલમાં તમારા જેવા પોલીસને છાજે તેવી હામ દેખાય છે.

ખૂબ આગળ વધો.

23 03 2007
nilam doshi (10:19:51) :

મારીચ છું,માણસ છું….
સરસ રચના.અભિનન્દન.

nilam
http://paramujas.wordpress.com

23 03 2007
વિશ્વદીપ બારડ (11:45:15) :

મારીચ છું માણસ છું સુવણઁ હરણ છું,
રામબાણ વાગે ત્યાં જ રામ પુકારું છું.

Nice one . i like it..

Foolwadi.Vishwadeep

24 03 2007
Kuldeep (14:45:36) :

Dear Naraj,

The Gazals you have written recently are seem much more relavant with the festivals, seasons and moods, these are simpally touching hearts. Keep writing readers are waiting as they see themselves in it.

Kuldeep
Sri Lanka

31 03 2007
Harnish Jani (14:07:04) :

Wonderful Gazal–Who are you? “Koi Pidha Ghadayeli kalam hoy em lage chhe–” Keep it up–Send your Gazals to India-Kavilok and Kavita- Good Luck

31 03 2007
કસુંબલ રંગનો વૈભવ (16:10:48) :

આપ સવઁ વાંચકોનો આભાર.. અને ભવિષ્યમાં પણ આપ સૌના મોંઘા મુલા પ્રતિભાવો મળતા રહેશે..એજ અપેક્ષા…રહી વાત કવિતાની તો કવિતા કરવા માટે કોઇ .પંડિતાઈની જરુર નથી …એ તો નાભિથી ફુટતું ઝરણ છે…હા સંવેદના હોય એ જરુરી છે..આપણી આજુબાજુ રોજબરોજ ઘટતી ઘટનાઓ પ્રત્યે.જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યે..કોઈના યાતના વેદના મુસીબત ..આંસુ ડુમો આપણૉ પોતાનો લાગે તો જ કવિતા સર્જાય …દર્દનો દવ લાગ્યા વિણ તો કવિતા હસ્તગત કેમ થાય…? અને માણી પણ કેમ શકાય…હાલ તો ૩૦ છે પહોચ્યો છું…હા આમ તો જિંદગીનો આ એક સાવ નાનો પડાવ કહેવાય..કેમ કે જિજીવિષા કોને નથી હોતી….મા શારદાની મહેર રહેશે તો આપ સવઁને પણ એની પ્રસાદ વહેચતો …રહીશ..

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>