સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ.

25 03 2007


| View Show | Create Your Own

એક અધુરી કથાને આપણે અંજામ દઈએ,
સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ.

ચાલ પથ્થરની ઠોકર એટલે એક ઘાત ટળી,
પણ આ ફુલોની ઠોકરને શું નામ દઈએ.

સમય આવે તો એ ખપ જરુર લાગશે,
લટકતી તો લટકતી સૌને સલામ દઈએ.

આંગળી સૌ કોઈની તારી તરફ ઉઠશે ,
અમારી કલ્પનાને પણ જો અમે નીલું નામ દઈઍ.

નામથી વિપરીત વધારે ગુણ મળ્યા માણસમાં
શું ખોટું છે જો “નારાજ ” ઉપનામ દઈએ.


Actions

Information

6 responses to “સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ.”

25 03 2007
jjkishor (10:19:01) :

ફૂલોની ઠોકરો ને નારાજ ઉપનામવાળી વાત તો ખરે જ ડોલાવી દે એમ છે. કલ્પનાને નીલું નામ બાબત તો કવિ જાણે !
સુંવાળા સંબંધો એ શબ્દપ્રયોગ ભળતો જ અર્થ આપનાર તો નથીને ?

25 03 2007
hemantpunekar (10:57:16) :

મજા આવી ગઈ બૉસ! સરસ ગઝલ છે. નારાજ ઉપનામ વાળી વાત બહુ ચોટદાર છે.

તમે છંદ ના ફંદમાં એકવાર પ્રયોગખાતર પણ પડી તો જુઓ. થોડીક મઠારવાની મારામારી વધી જાય છે પણ સાથે જ કહેવાયેલી વાત વધુ ધારદાર થઈ જાય છે. ગઝલના માત્રામેળ છંદ બઝ્મે વફા પર મળશે અને ગુજરાતીના અક્ષરમેળ છંદ માટે જુગલકાકાનું નેટ-પિંગળ છે.

25 03 2007
chetu (11:21:39) :

really very nice..!

25 03 2007
વિશ્વદીપ બારડ ( Vishwadeep Barad) (15:34:33) :

સમય આવે તો એ ખપ જરુર લાગશે,
લટકતી તો લટકતી સૌને સલામ દઈએ.
I like ti. DUNDAR!!

28 03 2007
sagarika (13:37:59) :

સરસ

31 03 2007
vasant (09:36:53) :

khitij be sam sami ubhi
tame jo thodu lakho to gagan nu nam aapi dau

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>