અશ્રુ કેમ છલક્યા કરે છે?

26 03 2007

શું હદયમાં નીતયાઁ કરે છે?
અશ્રુ કેમ છલક્યા કરે છે?
આ ભીની પાંપણો મધ્યે
સપના નવા ઉગ્યા કરે છે.
ફાગણીયા ફાગે છેતરી કાગને
કોયલ રાણી મલક્યા કરે છે.
રાત કદી ના દીઠી છે સુરજે
ને રાતરાણીની ચચાઁ કરે છે.
જે વાતો તે કાનમાં કીધી
એજ તો મને ડંખ્યા કરે છે.
આ યુગમાં પણ કણઁ ઘણા છે
કંઈ એકલવ્ય જીવ્યા કરે છે.
દેવવ્રતની પ્રતિજ્ઞા ક્યારેક
ભીષ્મ થઈ સળગ્યા કરે છે.
આજ નહીં કહું “નીલું” વિશે,
સવાલો નિત ઉઠયા કરે છે.
“નારાજ” છોરો એક ગોવાળનો
ગઝલનું ગોરસ લુટ્યા કરે છે.


Actions

Information

7 responses to “અશ્રુ કેમ છલક્યા કરે છે?”

26 03 2007
vishwadeep (11:58:03) :

આ યુગમાં પણ કણઁ ઘણા છે
કંઈ એકલવ્ય જીવ્યા કરે છે.
દેવવ્રતની પ્રતિજ્ઞા ક્યારેક
ભીષ્મ થઈ સળગ્યા કરે છે.

nice one… Dundar

“Phoolwadi”

26 03 2007
chetu (12:06:00) :

આપ એવુ લખો છો કે અમારી આંખો પણ છલક્યા કરે છે..!!…

26 03 2007
ઊર્મિસાગર (12:33:26) :

ખુબ સુંદર અભિવ્યક્તિ બીમલ!

કણઁ સાચું નથી… સાચી જોડણી માટે karN લખશો, તો કર્ણ લખાશે!

26 03 2007
ઊર્મિસાગર (13:09:30) :

ચચાઁ = charchaa
નીતયાઁ = neetaryaa
કણઁ = karN

26 03 2007
ઊર્મિસાગર (13:10:32) :

I mean….

ચર્ચા = charchaa
નીતર્યા = neetaryaa
કર્ણ = karN

5 04 2007
naraj (06:03:08) :

thanx urmiben….

20 04 2007
Nishant Purohit (09:06:30) :

wah dost wah
aje to tame mane rovdavi didho.
jindgi apni sathe kem eva khel karti hase ke je ni sathe rahevanu man hoy to apni sathe na rahi sake?

Nishant Purohit

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>