વસંત રજબના શહેરમાં હજી
27 03 2007મને અહર્નિશ ઝંખ્યા કરે છે
નસનસમાં એ વહ્યા કરે છે.
પડઘાય છે મારો કાપોની બુમો
ચીસો ચકરાવે ચઢયા કરે છે.
વસંત રજબના શહેરમાં હજી
લોકો મજહબને પીખ્યા કરે છે.
ઓઝલ પડદે આવી ચુપચાપ
કોણ ભર નીંદે ઢંઢોળ્યા કરે છે.
મેં વાંચ્યું જે એની આંખોમાં
ગઝલ થઈને ટપક્યા કરે છે.
નીલું સપનું સળગે છે નૈનમાં
“નારાજ”એને દફનાવ્યા કરે છે.
નીલું સપનું સળગે છે નૈનમાં
“નારાજ”એને દફનાવ્યા કરે છે.
- સરસ !
એક અધુરી રહેલી રચના આપણા આ વસંત રજબને અહીં વાંચીને ખોળી કાઢી ! ત્રણેક ટુકડા આમ છે :
આ મારવા ને કાપવાની વાતનો મર્યો
માર્યા વિનાનો મરણતોલ થઈ ફરું છું હું.
ભુલી ગયો છું, હું હતો હિન્દુ કે મુસલમાન
મારા જ માણસોથી માર ખઈ ફરું છું હું.
કો મંદિરે ખુદા ને રામ મસ્જીદે રહે–
એવી કો શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું.
મેં 1969ના હુલ્લડો સરસપુરમાં રહીને જોયાં હતાં !!! ત્યારથી પછી અમદાવાદમાં જ છું, આટાઆટલાં બીજાં જોતો ને અનુભવતો.
તમે આ સંભારી આપ્યા બે મિત્રોને ! હવે આ રચના પૂરી થશે જ.
આભાર.જુ.