એજ વૃંદાવન એજ યમુના તટ પર,
રાધા ઘેલી છે હજી નટવર નટખટ પર.
હું નથી વાંચી શકતો એના ચહેરાના ભાવ,
વરસોથી એક છબી છે માનસપટ પર.
આપની સાદગી જોઈને મનમાં થાય છે,
લોક અમસ્તા જ મરે છે સજાવટ પર.
આંખોને ક્યાંથી સ્પશેઁ નજાકત ફુલોની,
એ અનિમેષ ઠરે છે તમારી લટ પર .
ગાતાં ગાતાં હું ખુદ ગીત થઈ જવાનો,
હવે આવી ગયો છું અસલી વટ પર .
વાંસળીથી સૌને ઘેલા કરી શક્યો હોત,
તો મોરપિચ્છ ના રાખત કાન મુગટ પર.
“નારાજ” જીવનની દોડધામ જ એવી છે,
કે તરસ્યા બેસી રહે છે લોક પનઘટ પર.
હું નથી વાંચી શકતો એના ચહેરાના ભાવ,
વરસોથી એક છબી છે માનસપટ પર.
કે તરસ્યા બેસી રહે છે લોક પનઘટ પર.
very nice..!
વાંસળીથી સૌને ઘેલા કરી શક્યો હોત,
તો મોરપિચ્છ ના રાખત કાન મુગટ પર.
nice words…
હું તો ગભરાઇ ગઇ.??????
વાંસળીથી સૌને ઘેલા કરી શકયો હોત તો…..
સરસ શબ્દો.અભિનન્દન
contemporary poem on universal subject
i lost A from my name because of you