અંધકારને ક્યાં હોવાપણું છે?

30 03 2007

આખો આખો દિવસ નીલું,
આંખો રહે છે પરવશ નીલું.

લાગણી સદા અજરઅમર છે,
ઉમ્ર વધે ઘટે ના તરસ નીલું.
આજ મેં કસુંબલ રંગ પીધો છે,
તે ઢોળ્યા રતુંબલ કળશ નીલું.
ક્યાં છે મારી તડપનું કેન્દ્રબિંદુ?
શોધ ને ચુસ ઝેરીલા ડંસ નીલું.
હું ભીતર સળગું ભડભડ ને
ને એમને ગજવે બાકસ નીલું.
અંધકારને ક્યાં હોવાપણું છે?
તું પેટાવી તો જો ફાનસ નીલું.
એના સ્પર્શે કથીર કંચન થઈ જાયે,
કદી પથ્થર જો હોય પારસ નીલું.
આંસુ ડુમો વેદના ને સંવેદના
આ ચારેય વારસાઈ જણસ નીલું.

અત્ર તત્ર ને સર્વત્ર છે “નારાજ”
નીલું   નીલું   ને  બસ  નીલું .


Actions

Information

3 responses to “અંધકારને ક્યાં હોવાપણું છે?”

30 03 2007
vishwadeep (11:30:15) :

લાગણી સદા અજરઅમર છે,
ઉમ્ર વધે ઘટે ના તરસ નીલું.
આજ મેં કસુંબલ રંગ પીધો છે,… સુંદર.. આવીજ રીતે લખતા રહો..વાંચકો ને જરૂર ગમશે.

5 04 2007
Neela Kadakia (04:27:39) :

શિવજીનો કંઠ પણ નીલો
ગગને છવાયેલો રંગ પણ નીલો
અને મારું નામ પણ નીલા

16 04 2007
Kuldeep (06:07:00) :

નભ નીલુ, જલધિ જલ નીલુ
મેઘધનુષનો એક રંગ નીલુ
વિષ નીલુ, કોઇનુ કવન નીલુ
કોઇની કવિતાનુ કારણ નીલુ
કોઇને એની નીલાશનુ ઘેલુ
અમને એની તલાશનુ ઘેલુ

કુલદીપ સગર
શ્રીલંકા

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>