કંઈ સરતી ક્ષણોને મેં ગઝલ કરી દીધી.
23 04 2007Categories : ગુજરાતી બ્લોગ જગત
સાંભળો ..રાવજી પટેલનું ગામઠી .તળપદ.શબ્દોમાં રચાયેલ એક સુંદર કાવ્ય.તમે રે તિલક રાજા રામના ……..કેટલાક શબ્દો..ગામઠી શબ્દોના શુધ્ધ અથઁ અહીં લખું છું
સગી મસેના સોઈયા - સગી માસીના છોકરા માચ્છઈ ભાઈ(બેન)
દખ - દુઃખ રવેશ - ગામડામાં ઘરમાં ચુલો હોય પાછળના ભાગે લાગી જતો રવો..કાળી મેશ.(બવા) સાથેનો .કચરો..
આપણી ક્યાં કોઈ વિસાત છે
હાથમાં એના દિવસ રાત છે
ઓટ એમાં કદી લ્યે જોઈના અમે
આ અશ્રુ કયાં દરિયાની જાત છે.
અંતરનો ઓરડો મહેંક મહેંક લ્યો
આંગણ એના પગલાંની ભાત છે
ચાંદમાં જે કાળૉ ડાઘ છે દોસ્ત
રુપ માથેથી ટળેલી ઘાત છે.
ક્ષિતિજની પણ પેલે પાર જો
નીલુ નભને કાળી તો રાત છે
અક્ષર અક્ષર આરધી છે એને
ગઝલ મુજ મને કાલી માત છે.
“નારાજ” ખાખી બાવા આપણે
આપણે ક્યા જાત નાત છે.
પીંગળાની પ્રીત ભતુઁહરીનો ભેખ લઈ આવ્યો છું
આજ યુગોની તરસી ભગીરથ ટેક લઈ આવ્યો છું.
આંસુમાં ગંગા યમુના વાણીમાં કબીર ને કાગ
રુદીયા મધ્યે અશોક શિલાલેખ લઈ આવ્યો છું.
ડુબ્યો છું મજધારે હું નથી કિનારે છબછબીયાં કીધા
આજે થૈ મરજીવો અણમોલ મોતી એક લઈ આવ્યો છું.
આકાશ સામે મીટ સૌની આ લોક ઇતજારમાં છે કોના?
ઉગારવા નૈ પીર કોઈ આવે એ સંદેશ લઈ આવ્યો છું
રાધાના આંસુથી ઓગળ્યુ હશે અસ્તિત્વ મીરાંનું “નારાજ”
કાના ઘેલી કંઈ ગોપીઓનું એવુ કહેણ લઈ આવ્યો છું .
Recent Comments