તને જ હું ચહું….

2 04 2007

તને જ હું ચહું..
તુજ આંખનું રતન થઈ રહું.
આંસુ થઈ વહુ..
તુજ ખુશી એ ખુશ હું …તુજ વેદનાને સહુ..
તને જ હું ચહું……..

કહે તુ જ કે બીજું શું કરું ?
કંટક ચુભે તુ જ પગમાં
એ પ્રથમ હથેલી મારી ધરું…..તુજ વેદનાને હું સહુ…
તને જ હું ચહું……..

તારા હદયમાં ઘર કરું
તારી નજરમાં કેદ રહું ….
બહું ચર્ચાઈ છે આપણી
તુજ કાનમાં એ વાત કહું…
તને જ હું ચહું……

આ દુનિયાદારીની ફિકર શું ?
આપણુ જગ નોખું એની જિકર શું?
તું થઈ જા ફુલ ગુલાબી….
હું ફોરમ થઈ વહુ..
કે તને જ હું ચહું……….


Actions

Information

One response to “તને જ હું ચહું….”

2 04 2007
chetu (18:43:47) :

તને જ હું ચહું..
તુજ આંખનું રતન થઈ રહું.
આંસુ થઈ વહુ..
તુજ ખુશી એ ખુશ હું …તુજ વેદનાને સહુ..
તને જ હું ચહું……..

કહે તુ જ કે બીજું શું કરું ?
કંટક ચુભે તુ જ પગમાં
એ પ્રથમ હથેલી મારી ધરું…..તુજ વેદનાને હું સહુ…
તને જ હું ચહું……..
…………………..
ચાહત ની કોઇ પરાકાષ્ઠા નથી…! એકદમ સુંદર ભાવાભિવ્યક્તિ..!…

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>