વિચારો છો શું આવો હ્રદયના દ્વાર ખુલ્લા છે.
અમારું મન ખુલ્લું છે મનના વિચાર ખુલ્લા છે.
અમારી છત પર ભલે નથી નળીયું એકે પણ
અડીખમ ઉભા છે જો એ બધાય આધાર ખુલ્લા છે.
તું કર થોડી કોશિશ તારે કાનેય વાત પડશે
અમારું મૌન પડઘાય છે એના પુકાર ખુલ્લા છે.
સામી છાતીએ રહી ઉભા દોસ્તો કઈ રીતે ગણશો
તમે કર્યા છે પીઠ પાછળ ભલે એ વાર ખુલ્લા છે.
સુર છે સરગમ છે લય છે ને તાલે છે
એવી જીવન વીણાના સઘળા તાર ખુલ્લા છે
“નારાજ” મધરાતે સોનામાં સુગંધ ભરી
છે ચાંદની રાત ને બધા મયખ્વાર ખુલ્લા છે.

સામી છાતીએ રહી ઉભા દોસ્તો કઈ રીતે ગણશો
તમે કર્યા છે પીઠ પાછળ ભલે એ વાર ખુલ્લા છે.
સુર છે સરગમ છે લય છે ને તાલે છે
એવી જીવન વીણાના સઘળા તાર ખુલ્લા છે
….very nice lines..!!
અમારી છત પર ભલે નથી નળીયું એકે પણ
અડીખમ ઉભા છે જો એ બધાય આધાર ખુલ્લા છે.
ખરેખર એક સરસ રચના…. આભાર