વાંચીને હલબલી ગયા જો
6 04 2007વાંચીને હલબલી ગયા જો
આંસુઓ છલકી ગયા જો
હળવેક થી પાંપણ ઢાળી
યાદ મારી પી ગયા જો
આવી છે ખારાશ સબંધમાં
એ દિશા ફરી ગયા જો
હું જ હુ જ છુ દસે દિશે
હોઠ કપકપી ગયા જો
નામ મારું આવ્યુ હશે
મૌન એ ધરી ગયા જો
મૌનની આગવી ભાષા છે
એ વાતને ભુલી ગયા જો
વાતો વણકીધી મેં સાંભળી
એ કેવા સાંભરી ગયા જો
એના સભારણા આજે
ગઝલ થઈ વરસી ગયા જો
અમે ભીંજાયા નખશીખ
એ કોરા રહી ગયા જો
“નારાજ” એ ઈશ્વરને ચુક્યા
જે છત્રીમાં ઢંકાઈ ગયા જો
વાતો વણકીધી મેં સાંભળી
એ કેવા સાંભરી ગયા જો
એના સભારણા આજે
ગઝલ થઈ વરસી ગયા જો
દરેક ગઝલ મા દેખાઇ રહ્યુ જ છે..!!..ઉલ્લેખ વિના પણ એમનુ નામ છલકી રહ્યુ છે..!
સરસ…
અમુક નામો ના ઉલ્લેખ ન થાય છતાં, જ્યારે એ નામ યાદ આવી ત્યારે છલકાઇ ગયા વગર રહેવાતું નથી..
“નારાજ” એ ઈશ્વરને ચુક્યા
જે છત્રીમાં ઢંકાઈ ગયા જો
khub saras vaat kari
ghani ochhi vakhat aa arthni
vaat saambhalavaa madi chhe…
abhinandan aavi saras rachanaa maate
પ્રિય નારાજ,
તમારી કલમમા દર્દ ને નીતારવાની ગજબની તાકાત છે. એમા વિરહની વેદના ભારોભાર વર્તાય છે.તમારામા મને મોટા ગજાના સર્જક દેખાય છે.
કુલદીપ સગર
શ્રીલંકા