સમયને હતું જે મંજુર અમે ટાળી શક્યા નથી.

8 04 2007

અજંપો અંતઃકરણનો અમે ખાળી શકયા નથી.
લાગણીને છંદ મહીં  અમે ઢાળી શક્યા નથી.

એ પુરાવા માગી રહ્યા છે  અમારી મહોબતના
અમે  ચાહત બદલે ચાહત માગી શક્યા નથી.
કોણે કહ્યું  દીધા વચન  નિભાવ્યા નથી અમે?
સમયને હતું જે મંજુર અમે ટાળી શક્યા નથી.
કહી દો સુરજને આજ કોઈ કે  રાજહઠ છોડી  દે
ધરાની ગરિમા દેવ કોઈ ઓગાળી શક્યા નથી.
ઓ દોસ્તો હળાહળ મેં એવુંજ તો ઝેર પીધું છે
કંઠ નીચે જે શંભુ ભોળા ઉતારી શક્યા નથી.

.
“નારાજ” આમઆદમી છે એ વાત સાચી ઠરી
એ  જાતને નીલકંઠ રુપે સ્થાપી શક્યા નથી.


Actions

Information

4 responses to “સમયને હતું જે મંજુર અમે ટાળી શક્યા નથી.”

8 04 2007
chetu (10:11:49) :

એક એક પંક્તિ હ્રદય દ્રાવક છે..!

8 04 2007
nilam doshi (11:44:15) :

ધરાની ગરિમા દેવ કોઇ ઓગાળી નથી શકયા.
સુન્દર .
લાગણી ને છંદમાં ઢાળી નથી શકયા.
ખૂબ સરસ.અભિનન્દન્

8 04 2007
UrmiSaagar (14:18:43) :

એક પંક્તિ યાદ આવી ગઇ…

“કાબુમાં રાખવી’તી અમારે આ લાગણી,
પણ હાથમાં લગામ અમે લઇ શક્યા નહીં”

સ-રસ!

9 04 2007
કુણાલ (08:20:48) :

બહુ ઊંડી વેદના બોલી રહી છે બિમલભાઈ…

દિલ હી તો હૈ, ન સંગ-ઓ-ખિશ્ત..
દર્દસે ભર ના આયે ક્યું…
રોએંગે હમ હઝારબાર…
કોઈ હમેં રુલાએ ક્યું…

સુંદર રચના… લખતા રહો…

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>