અલી એ તન હુ ગમશ કેં
9 04 2007ઉત્તર ગુજરાતીની તળપદી બોલીમાં લખેલું આ કાવ્ય આજ અચાનક જે કલમથી અવતરી ગયું ……આપ સૌને ગમશે એવી અપેક્ષા રાખું તો અસ્થાને નથી……ને..આપની ટીપ્પણીની હું રાહ જોવું છું …
અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
કાતરા ભાવ ક ચણીબોર ભાવ
કાંક તો કેં કીધા વના હું લાવ
વાડ વેલે હાથ હુ કાંમ નાંખશ કેં
અલી એ તન હું ગમશ કેં
આંસાંમાં હુ હુ રમશ કેં
કાલ હુ કરતી”તી છેતરના શેઢ
દારા હના ગણતીતી આંગળીના વેઢ
દોયરુ દાતેરુ કેમ ભુલશ કેં
અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
રમશ = રમે છે , ભુલશ = ભુલે છે., દારા = દાડા(દિવસ)
આંસાંમાં = (આંખોમાં) દોયરુ-દાતેરુ = દોરડું - દાતરડું (ઘાસ કાપવાનું એક સાધન)
શેઢ = શેઢો ( ખેતરનો પાળૉ જે બે ખેતરને જુદા પાડે છે…જેના પર વાવેતર થતું નથી એવો ભાગ…જેના પર ઉગતા ઘાસનો .કાપી ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે..)
બિમલ, થોડું ઘણું સમજાય છે ખરું. પણ મારા જેવા ને તો અડધાં તળપદી શબ્દો સમજાતા જ નથી… કાવ્યની નીચે બધા તળપદી શબ્દોનું શુદ્ધ ગુજરાતીમાં રૂપાંતર લખો તો કાંઇ ખબર પડે… અને તો કાવ્યને વધુ માણી શકાય.
Urmi ni vaat saachi chhe. aakhi rachanaa j jo saadi bhaashaamaa muki do to vadhaare samaj padshe
Fabulous,
Being from Sabarkantha I could well understand it!
Thanks for reviving a lot of memories!
JSK
Manish MISTRY
yes …hu ekvaar avi hati anhi…vanchi ne jati rahi..kmk puru samjayu nahi..!!..to pan etlu jarur kahish k aapni rachna hamesh arth purn j hoy chhe..!..
અલી હું તને ગમશ કે?
મજા આવી ગઇ મને તો માણવાની.સરસ ભાષમાં લખાયેલ કવિતાઓ ની સાથે કયારેક આવુ માણવાની મજા પણ આવે જ.આવુ તો બહુ ઓછુ મળે .માણવાનું.