અલી એ તન હુ ગમશ કેં

9 04 2007

  ઉત્તર ગુજરાતીની તળપદી બોલીમાં લખેલું આ કાવ્ય આજ અચાનક જે કલમથી અવતરી ગયું ……આપ સૌને ગમશે એવી અપેક્ષા રાખું તો અસ્થાને નથી……ને..આપની ટીપ્પણીની હું રાહ જોવું છું …

અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
કાતરા ભાવ ક ચણીબોર ભાવ
કાંક તો કેં કીધા વના હું લાવ
વાડ વેલે હાથ હુ કાંમ નાંખશ કેં
અલી એ તન હું ગમશ કેં
આંસાંમાં હુ હુ રમશ કેં
કાલ હુ કરતી”તી છેતરના શેઢ
દારા હના ગણતીતી આંગળીના વેઢ
દોયરુ દાતેરુ કેમ ભુલશ કેં
અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…

રમશ   = રમે છે   , ભુલશ = ભુલે છે., દારા = દાડા(દિવસ)

આંસાંમાં = (આંખોમાં) દોયરુ-દાતેરુ = દોરડું - દાતરડું (ઘાસ કાપવાનું એક સાધન)

શેઢ = શેઢો  ( ખેતરનો પાળૉ જે બે ખેતરને જુદા પાડે છે…જેના પર વાવેતર થતું નથી એવો ભાગ…જેના પર ઉગતા ઘાસનો .કાપી ચારા તરીકે ઉપયોગ  કરવામાં આવે છે..)


Actions

Information

5 responses to “અલી એ તન હુ ગમશ કેં”

9 04 2007
ઊર્મિસાગર (16:31:14) :

બિમલ, થોડું ઘણું સમજાય છે ખરું. પણ મારા જેવા ને તો અડધાં તળપદી શબ્દો સમજાતા જ નથી… કાવ્યની નીચે બધા તળપદી શબ્દોનું શુદ્ધ ગુજરાતીમાં રૂપાંતર લખો તો કાંઇ ખબર પડે… અને તો કાવ્યને વધુ માણી શકાય.

10 04 2007
hemantpunekar (09:21:50) :

Urmi ni vaat saachi chhe. aakhi rachanaa j jo saadi bhaashaamaa muki do to vadhaare samaj padshe

10 04 2007
adelaidegujjus (10:58:53) :

Fabulous,

Being from Sabarkantha I could well understand it!

Thanks for reviving a lot of memories!

JSK

Manish MISTRY

10 04 2007
chetu (12:19:11) :

yes …hu ekvaar avi hati anhi…vanchi ne jati rahi..kmk puru samjayu nahi..!!..to pan etlu jarur kahish k aapni rachna hamesh arth purn j hoy chhe..!..

10 04 2007
nilam doshi (13:25:25) :

અલી હું તને ગમશ કે?
મજા આવી ગઇ મને તો માણવાની.સરસ ભાષમાં લખાયેલ કવિતાઓ ની સાથે કયારેક આવુ માણવાની મજા પણ આવે જ.આવુ તો બહુ ઓછુ મળે .માણવાનું.

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>