બંધ આંખોમાં એની પ્રતિક્ષા મળી

10 04 2007

આંસુ ડુમો વેદના ને પીડા મળી
રાગ છેડવા ગઝલની વીણા મળી

રુપાળો હાથ રંગીન થયો લ્યો
કોના સ્પશઁમાં આવી હીના મળી

મને ચાહે છે એનો પુરાવો એ
જ્યારે મળી કારણ વિના મળી

શું થાત તારલાની ઝરમરનું?
સારું થયું એમનેય નિશા મળી

તારામૈત્રક એટલે બીજું કંઇ નહીં
ચાર આંખોને દસેય દિશા મળી

“નારાજ” હતો નો”તો થઈ ગયો
બંધ આંખોમાં એની પ્રતિક્ષા મળી


Actions

Information

4 responses to “બંધ આંખોમાં એની પ્રતિક્ષા મળી”

10 04 2007
chetu (12:24:15) :

આંસુ ડુમો વેદના ને પીડા મળી
રાગ છેડવા ગઝલની વીણા મળી..

wah..wah…shu majana shabdo..!!
congrats…!!!!!!!!!!!!!!!!!!!!!!
really i m speechless bhimal bhai…!!…

10 04 2007
ધવલ (13:27:31) :

મને ચાહે છે એનો પુરાવો એ
જ્યારે મળી કારણ વિના મળી

- સરળ અને સરસ વાત !

11 04 2007
કુણાલ (08:37:59) :

રુપાળો હાથ રંગીન થયો લ્યો
કોના સ્પશઁમાં આવી હીના મળી

આ વાંચીને સુદર્શન ફાકીર સાહેબની ગઝલનો એક શેર યાદ આવ્યો..

ચંદ માસુમ સે પત્તોં કા લહુ હૈ “ફાકીર”,
જીસકો મેહેબૂબ કે હાથોં કી હીના કહેતેં હૈ…

અને…

મને ચાહે છે એનો પુરાવો એ
જ્યારે મળી કારણ વિના મળી

ખુબ સુંદર વિચાર..
સરસ ગઝલ બિમલભાઇ…

12 04 2007
ઊર્મિસાગર (14:33:55) :

આંસુ, ડુમો, વેદના, ને પીડા મળી
રાગ છેડવા ગઝલની વીણા મળી

મને ચાહે છે એનો પુરાવો એ
જ્યારે મળી કારણ વિના મળી

very nice words… nice poem!

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>