પીંગળાની પ્રીત ભતુઁહરીનો ભેખ લઈ આવ્યો છું.
13 04 2007પીંગળાની પ્રીત ભતુઁહરીનો ભેખ લઈ આવ્યો છું
આજ યુગોની તરસી ભગીરથ ટેક લઈ આવ્યો છું.
આંસુમાં ગંગા યમુના વાણીમાં કબીર ને કાગ
રુદીયા મધ્યે અશોક શિલાલેખ લઈ આવ્યો છું.
ડુબ્યો છું મજધારે હું નથી કિનારે છબછબીયાં કીધા
આજે થૈ મરજીવો અણમોલ મોતી એક લઈ આવ્યો છું.
આકાશ સામે મીટ સૌની આ લોક ઇતજારમાં છે કોના?
ઉગારવા નૈ પીર કોઈ આવે એ સંદેશ લઈ આવ્યો છું
રાધાના આંસુથી ઓગળ્યુ હશે અસ્તિત્વ મીરાંનું “નારાજ”
કાના ઘેલી કંઈ ગોપીઓનું એવુ કહેણ લઈ આવ્યો છું .
Comments : 2 Comments »
Categories : ગુજરાતી બ્લોગ જગત
Recent Comments