અક્ષર અક્ષર આરધી છે એને
16 04 2007આપણી ક્યાં કોઈ વિસાત છે
હાથમાં એના દિવસ રાત છે
ઓટ એમાં કદી લ્યે જોઈના અમે
આ અશ્રુ કયાં દરિયાની જાત છે.
અંતરનો ઓરડો મહેંક મહેંક લ્યો
આંગણ એના પગલાંની ભાત છે
ચાંદમાં જે કાળૉ ડાઘ છે દોસ્ત
રુપ માથેથી ટળેલી ઘાત છે.
ક્ષિતિજની પણ પેલે પાર જો
નીલુ નભને કાળી તો રાત છે
અક્ષર અક્ષર આરધી છે એને
ગઝલ મુજ મને કાલી માત છે.
“નારાજ” ખાખી બાવા આપણે
આપણે ક્યા જાત નાત છે.
Comments : 4 Comments »
Categories : ગુજરાતી બ્લોગ જગત
Recent Comments