આ લાલ ચણોઠી નથી

20 04 2007

85-16h.jpgઆ લાલ ચણોઠી નથી
આ તો છે….એકલવ્યના
ક્પાયેલ જમણા હાથના
અંગુઠાથી ફેલાયેલ ….
રુધીરના ઉગી નીક્ળેલ રકતબિંદુઓ……….
અને આ કાળું આંખ જેવું દેખાય એ
બીજું કંઈ નહીં.
દ્રોપદી સ્વંયવરમાં.
કણઁના હાથે
ના વિંધાઈ શકેલ
માછલીની આંખ..
કહું છું સ્પર્શો મા…..
ઓ યુગ પંડીતો ….
એને સ્પર્શો મા….
 


Actions

Information

9 responses to “આ લાલ ચણોઠી નથી”

20 04 2007
naraj (09:28:07) :

નાનકડુ રજ્વાડી કહેવાય એવું ગામ ..નાનકડી સ્કુલ …..સાબરનો ઉંડા ઉંડા કોતરો અને વહેતા નીર…મોરના ટહુકા અને મોરપિંછ વીણવાનો એ અનેરો લ્હાવો ..આ બધા વચ્ચે..પ્રાથમિક શાળામાં જાતો હું આમ તો ઓસરી જ અમારો વગઁખંડ અને બધઅથી પાછળ્..બેસતો ભોપો…મને ત્યારે કદાચ ઓછું સમજાતું…એણી તરતી આંખોમાં …મેં કશુંક તો વાંચ્યુતું સમજણ નો”તી તોયે કદાચ…ને પછી ભોપાની જોડે બેસતો વગઁખંડનો એક છોકરો એટલે હું ..ભોપાની વેદના દદઁ મેં પણ મહેસુસ કયાઁ છે…અને હાલ પણ …કરું છું અને એ જ વેદના કવિતાની સ્ફુરણાનું કારણ બની હોય…મારામાં રહેલો માણસ આવા કેટલાએ ભોપાઓને જોઈ હલબલે છે…….પણ શું ?………..

20 04 2007
વિશ્વદીપ બારડ (11:41:58) :

કણઁના હાથે
ના વિંધાઈ શકેલ
માછલીની આંખ..
કહું છું સ્પર્શો મા…..
ઓ યુગ પંડીતો ….
એને સ્પર્શો મા….
very nice poem.

20 04 2007
nilamhdoshi (11:42:54) :

khoob sundar rachana.congrats

20 04 2007
ઊર્મિસાગર (15:41:11) :

ચણોઠીની આવી સરસ ઓળખાણ આપવા બદલ આભાર બિમલ!!

21 04 2007
Kuldeep (13:22:20) :

ne hajuye kaink gurodronu rup lai varna vyavasthane poshvanu karyahapvye rake chhe, apne joi sakta nathi, roki sakta nathi.

23 04 2007
chetu (07:46:57) :

very good..!

24 04 2007
સુરેશ જાની (11:46:54) :

તદ્દન સાચી વાત. શિક્ષણ કોઇ પણ વર્ગનો ઇજારો કદી ન બનવું જોઇએ. એ વ્યથાને તમે બહુ સરસ રીતે ઉજાગર કરી.

25 04 2007
Rajiv (04:03:42) :

કહું છું સ્પર્શો મા…..
ઓ યુગ પંડીતો ….
એને સ્પર્શો મા….

સુંદર… રચના…!

25 04 2007
કુણાલ (04:34:03) :

બિમલભાઈ,

એક અછડતા રહેલા વિષય ને છેડ્યો.. અભિનંદન..

રજુઆત એથીય સુંદર…

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>