મારું તન મન ધન મારું વતન
મારી ગઝલ મારું કવન મારું વતન
જે શેરીઓમાં વીત્યું મારું બચપન
જેની ધુળથી થયું જીવનું જતન
મિત્રો ભલા કેમ વિસરી શકાશે?
ગામનું પાદર એ ગામના ખેતર….મારું તન….
નહીં હોય માની મમતનો ફુવારો
ના માથે પિતાનો હાથ હુંફાળો
જાશે મિત્રોનો સહવાસ સુવાળો
ઠાલવીશ કયાં હું હૈયા બળાપો
મારી રાતોની નીંદ જાશે છીનવી
વાડ ઓથેથી ઉડતા ગભરું તેતર….મારું તન…
નહીં હોય હવે વાસંતી વાયરો
ને લીલાછમ તરુવરની કતારો
વાંચીશું છાપે મૌસમનો વરતારો
યંત્રવત બની જાશે આ જનમારો
મારા શ્વાસ ગુંગળાવશે મિત્રો
હરપલ ધુમાડો આંકતુ શહર….મારું તન…..
યાદ મિત્રોની રુદિયામાં રહેશે.
મન સદા ગામ ફ્ળીયામાં રહેશે.
ધુળની ડમરીઓ આંખોમાં રહેશે
વતન સદા એક લાખોમાં રહેશે.
આંખના આંસુ ઠારશે મિત્રો
ભડભડ હૈયું બળતું અંતર…મારું તન….
ખરી વાત છે…વતન અને ઘર એ બન્ને ની કિમત તો જે એના થી દૂર હોય એ વધારે સમજી શકે..યાદો મા કાયમ તરતુ રહેતુ એક અનમોલ રતન ..જે હમેશ માનસ પટ પર ચમક્તુ રહે..!!…
એમાય આજે તો વળી ખુબ જ યાદ આવી રહ્યું છે,હજુ હમણા જ શ્રી જુગલ ભાઈ ના બ્લોગ પર વતન વિષે જ વાંચ્યું..ને એ ઘર યાદ આવી ગયુ…અને અત્યારે અંહી આવી ને આપે આંખો ભીની કરાવી દીધી…!
યાદ મિત્રોની રુદિયામાં રહેશે.
મન સદા ગામ ફ્ળીયામાં રહેશે.
ધુળની ડમરીઓ આંખોમાં રહેશે
વતન સદા એક લાખોમાં રહેશે.
આંખના આંસુ ઠારશે મિત્રો
ભડભડ હૈયું બળતું અંતર…મારું તન….
sundar ..motherland always remain in our heart.
વતનની કિમત વતનથી દૂર રહેનારાને પૂછો.એનો ઝૂરાપો હૈયામાં હમેશા રહે જ.પરદેશ ન છોડી શકાય…ન દેશમાં આવી શકાય.
વતન સાદ દેતુ રહે અંદર…અને ….
હું તો ફકત ત્રણ મહિના જ યુ.કે.ફકત ફરવા જ ગઇ હતી અને છતાં ત્યારે વતનનો ઝૂરાપો અનુભવેલ.
સરસ રચના
નિલમ આંટી એ એકદમ સાચી વાત કરી છે…
વતનથી દૂર રહેનારાને પૂછો…
એનો ઝૂરાપો હૈયામાં હમેશા રહે જ…
પરદેશ ન છોડી શકાય…
ન દેશમાં આવી શકાય…
વતન સાદ દેતુ રહે છે અંદર…
અમે તો વતનમાં જ્યારે પણ દર 2-3 વર્ષે જઇએ, ત્યારે જેટલા પણ દિવસો મળે છે, એટલા દિવસોમાં તો બીજા 2-3 વર્ષ ચાલે એટલું વતનનું ભાથું (ક્યારેક અથાણાં-પાપડમાં પણ) ભરી લઇએ છીએ અને એને થોડું શ્વસી લઇએ છીએ! અને થોડા દિવસોની વતનની એ મુલાકાતો ક્યાંક એક સુનહરા સ્વપ્ન જેવી ન લાગે એટલે એને વળી થોડું કેમેરામાં કેદ પણ કરી લઇએ છીએ!
સરસ રચના બિમલ!
સરસ રચના .
જેને બે વતન હોય તેનું શું?
બિમલભાઈ.. ખરેખર વતનની યાદ તાઝી કરાવી દીધી..
બાળપણમાં કરેલા તોફાનો યાદ આવી ગયા…ભેરુ બધા આંખમાં તરી આવ્યા
નાનકડુ એક પાણીનુ બીંદુ આંખથી નીચે ઉતરી ગયુ જેને આંસુ ના કહી શકયા.
અભિનંદન બિમલભાઈ
VATAN KE BEVATAN,
HUTO FIDA,
MUJ TAN MAN DHAN