મીરાંનો વખ કટોરો ને રાધાનું એક આંસુ
6 05 2007મીરાંનો વખ કટોરો ને રાધાનું એક આંસુ
થાશે વીજ ચમકારો તો પાનબાને પા”શું
તોરી રાણીના વેણની કટાર થઈ રોજ
રામા જીવતા જેસલને ઉરે ભોંકાશું
પ્રીતના પંથે એટલા વધીશું આગળ કે
દીધા નથી એવા વચન થઈ પળાશું
મોહન થવાનું માન અમનેય આપી દો
જો જો પછી તુલસીના પાંદડે તોલાશું
“નારાજ” આજે લોહીનું પાણી કયુઁ છે.
કાલ કરશે કોઈ વાહ વાહ ને વંચાશું.
પ્રીતના પંથે એટલા વધીશું આગળ કે
દીધા નથી એવા વચન થઈ પળાશું…
khub j saras shabdo..!..
કોઇ વાહ વાહ કરે કે ન કરે, લખે રાખો.
કાલે શા માટે..?આજે પણ વાહ વાહ કરી શકાશે.તુલસીના પાંદડે તોલાશું…
ઉદાત ભાવના
wah kya bat hai
Wah wah…!
‘મીરાં નો વખ કટોરો ને
રાધાનું એક આંસુ’
‘તમારાં સુંદર શબ્દો ને
તેની સુનહરી ખુશ્બુ’
અતિ સુદંર