ચાલ આજ એક એવી કરામત કરીએ

20 05 2007

ચાલ   આજ   એક   એવી  કરામત  કરીએ 

આપણે  માણસ   થઈને   શરાફત    કરીએ 

આમ  મતલબ વગરના  માણસ    આપણે  

 ને વાત  મતલબ  વગર  ના  બેમત કરીએ 

અક્ષર થઇ અવતરે  છે મુજ  આંસુના  કારણ

છંદ લય  તાલની  અમે  નૈ પંચાયત કરીએ 

પથ્થર  એટલા  દેવ   ને પાણા એટલા પીર

અમે  માણસ  બીજું તો  શું   કુદરત કરીએ? 

નારાજ”  રોજબરોજ   ખાખી     વર્દીમાં

હાજી-નાજી”ની      શિકાયત       કરીએ


Actions

Information

3 responses to “ચાલ આજ એક એવી કરામત કરીએ”

21 05 2007
કુણાલ (03:50:18) :

બિમલભાઈ, ખુબ જ સુંદર શબ્દો વણી લીધાં તમે તો…

પથ્થર એટલા દેવ ને પાણા એટલા પીર
અમે માણસ બીજું તો શું કુદરત કરીએ?

ખુબ ખુબ અભિનંદન…

21 05 2007
nilam doshi (04:24:34) :

ame manas….beeju to shu karie?

nice….congrats

23 05 2007
વિશ્વદીપ બારડ (11:38:32) :

Dundar rachana.

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>