તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.
23 05 2007મુકદર ક્યાં લઈ જશે એની ખબર નથી,
આમ મજધારે ડુબાડનાર કંઈ અવર નથી.
દોસ્તોની દુવાએ કેવા દઝાડ્યા જુઓ
દુશ્મનોની બદદુવામાંય એવી અસર નથી.
મારા ઘરમાં આગ ચાંપતાં વિચારજે જરી,
તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.
તને ભુલીને જ હું ભટકી ગયો રાહમાં,
આ તારી યાદ કે વિરહની અસર નથી.
જડમુળથી સુકાઈ રહયું છે મારું જીવનવૃક્ષ,
પીળા પડતાં પર્ણનું કારણ પાનખર નથી.
“નારાજ” નોતરી છે ઉદાસી અમે એવા ભાવથી,
મળે ખુશી તો કહેજો હવે એની કસર નથી.
“પીળાં પડતાં પાનનું કારણ પાનખર નથી ”
વાંચીને યાદ આવી ગઈ એવી જ બે પંક્તિ :
મને આ હાડપીંજર શો રખે જોઈ તું શરમાતી ;
તને સુંદર સરજવામાં જ મેં આ જાત ગાળી છે !
સરસ રચનાઓ આપવા બદલ તમને અભિનંદન.
પ્રેમને ભાષા નથી એ તો નિઃશબ્દ છે
લાગણીઓ ને વહેવાદો કહેવાની જરૂરત નથી
સાનમાં સમજ, તારા ઘરથી અલગ મારું ઘર નથી
“તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.”
ખુબ સુંદર…
મારા ઘરમાં આગ ચાંપતાં વિચારજે જરી,
તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.
બિમલભાઇ, ખુબ જ સરસ રચના…
મને ખુબ ગમી…
મારા ઘરમાં આગ ચાંપતાં વિચારજે જરી,
તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.
એટલે? બેઉ એક જ ઘરમાં રહે છે?
તમે કયા ફોન્ટમાં લખો છો? લાગે છે કે તમે Shruti ફોન્ટને એમ્બેડ કરીને લખો છો — જેના કારણે મારી સિસ્ટમમાં તે ન હોવાથી મને આ સરસ મજાનાં કાવ્યનો લ્હાવો ન મળ્યો..