અમરતનો સર્જનારો છે એજ ઝેરનો છે પીનારો

3 06 2007

અમરતનો સર્જનારો છે એજ ઝેરનો છે પીનારો
સમજદારને કાફી છે ફક્ત એક જ ઈશારો
માણસને ડુબાડનારા વળી માણસને તારનારા
એના જ છે આચારો એના જ છે વિચારો
તું નહી સમજી શકે મને માફ કર હે ઈશ્વર
મહત્તા જિંદગી સમજી શકે મરણને ભેટનારો

આ જગત આખું પ્રેમમય બની જાય સાચે જ
માણસ  બને જો ફક્ત માણસને ચાહનારો
ઈશ્વરે દીધેલા વર જરુર એરે જાય “નારાજ”
નીલું ના નેણમાં ચમકે જો તારા પ્રેમનો સિતારો