વાદળોની ઘનઘોર ઘટા છે
તુજ ઝુલ્ફની લાગે છટા છે.
વીજનું ચમક્વુ આભમાં કે
તારી ઠેસ મારવાની અદા છે.
ભીંજાય ધરતીનું અંગેઅંગ પછી
કુપળ થઈ ફુટે એશું ખુદા છે?
છત્રીને દઈ દો કોઈ દેશવટો
જાત ઢાંકનારા ઘણા બધા છે.
“નારાજ” કોને હું પેશ કરું
ભીની ગઝલમાં ભીની મજા છે
ચોમાસાએ …..શ્રીગણેશ …કરી દીધા …..ગુજરાત….પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે…ત્યારે…..કાલે જ વાદળ ઘેરાયેલા આભને …ખુલ્લા મેદાનમાં જઈ ખુલ્લા મને જોયું….વાદળ તો થોડું વરસ્યા ના વરસ્યાને ચાલ્યા ગ્યા પણ રુદીયે થી જરુર કશુક વરસી રહયું જે આજે ……આપની સમક્ષ લઈ રજુ થયો છું.
વીજનું ચમક્વુ આભમાં કે
તારી ઠેસ મારવાની અદા છે.
ખુબ સરસ…વરસાદ અને પ્રિયતમા વચ્ચે સરસ તાલ મેળવ્યો છે ને કઈં…
એકદમ સરસ્….વાદળો ની જેમ જ તમારી કવિતા માં થી સુંદર અર્થ પુર્ણ શબ્દો વરસે છે..!
એકદમ સરસ્….વાદળો ની જેમ જ તમારી કવિતા માં થી સુંદર અર્થ પુર્ણ શબ્દો વરસે છે..!
‘એની’ ઠેસ જેટલી કલાત્મક એટલીજ ભીષણ ! આમાંની કઈ ઠેસ ક્યારે શું કરે તેનું ભલું પુછવું.
વરસાદ, આ હીસાબે હવે આવ્યો સમજવો !
Sundar Gazal!
વીજનું ચમક્વુ આભમાં કે
તારી ઠેસ મારવાની અદા છે.
I like this most…!
nice .enjoyed.
ભીંજાય ધરતીનું અંગેઅંગ પછી
કુપળ થઈ ફુટે એશું ખુદા છે?
હા ! એજ ખુદા છે.