હવે જીદ છોડો તઘલખી વિચારો

18 06 2007

કેવું સારું તકદીરને બદલી શકાય તો
વિધાતા તુજ લકીરને ફેરવી શકાય તો

હવે જીદ છોડો  તઘલખી વિચારો
રહો જો ઠરીઠામ રહી શકાય તો
 
હું સળગી રહ્યો છું પ્રેમની ચિતામાં
બેસ અડોઅડ જો બેસી શકાય તો

સજા છે તમારા  સિતમની આટલી
કરો માફ  ખુદને જો કરી શકાય તો

રક્તની સેરો સાથે ફુટ્યા છે શેર પણ્
ધરો વચ્ચે કોરો કાગળ ધરી શકાય તો

“નારાજ” આજે ખાખી વરદીમાં ભરો
ઈન્દ્રધનુષી રંગો તમથી ભરી શકાય તો