હવે જીદ છોડો તઘલખી વિચારો
18 06 2007કેવું સારું તકદીરને બદલી શકાય તો
વિધાતા તુજ લકીરને ફેરવી શકાય તો
હવે જીદ છોડો તઘલખી વિચારો
રહો જો ઠરીઠામ રહી શકાય તો
હું સળગી રહ્યો છું પ્રેમની ચિતામાં
બેસ અડોઅડ જો બેસી શકાય તો
સજા છે તમારા સિતમની આટલી
કરો માફ ખુદને જો કરી શકાય તો
રક્તની સેરો સાથે ફુટ્યા છે શેર પણ્
ધરો વચ્ચે કોરો કાગળ ધરી શકાય તો
“નારાજ” આજે ખાખી વરદીમાં ભરો
ઈન્દ્રધનુષી રંગો તમથી ભરી શકાય તો
હું સળગી રહ્યો છું પ્રેમની ચિતામાં
બેસ અડોઅડ જો બેસી શકાય તો
રક્તની સેરો સાથે ફુટ્યા છે શેર પણ્
ધરો વચ્ચે કોરો કાગળ ધરી શકાય તો
આ શેર બૌ ગમ્યા… ખુબ સુંદર રચના બિમલભાઇ…
Very Nice…
હું સળગી રહ્યો છું પ્રેમની ચિતામાં
બેસ અડોઅડ જો બેસી શકાય તો
ભલે તમે નામ “નારાજ” રાખ્યું છે પણ આ વાંચીને અમે તો રાજીના રેડ થઈ ગયા.
બહુ સારી રચના છે;આમ ઉત્તરોત્તર અમને વધુને વધુ ખુશ કરવાનો લ્હાવો લેતા રહો.
અભિનંદન.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
thank you very much to all of yours valuable comments
very expressive words…….keep it up!
keep it up