સાવનના મોસમની વાત જાવા દો પ્રિયતમ સાવન તો કાળોકેર

27 06 2007

452171308_b3d477d6e5.jpg

શિયાળે ઠુંઠવાતો હું ને ઠુંઠવાતી તું ત્યારે હુંફ એકમેકની મળે એ પ્રેમ
ઉનાળે તપતો હું અને તપતી તું ત્યારે એકમેકમાં ઓગળે એ પ્રેમ
સાવનના મોસમની વાત જાવા દો પ્રિયતમ સાવન તો કાળોકેર
હુંય ભીંજાઉ તુંય ભીંજાય ને છતાં  એકમેકમાં તરસે  એ પ્રેમ

હાથમાં રાખું છું કોરો કાગળ અને હૈયે ઘનઘોર વાદળ
વહેતા અશ્રુની શાહી કરી તને લખું હું ભીનો કાગળ
એક એક અક્ષર વાંચે ને સંભળાય તને મયુરના ભીના ટહુકા
કાળા અક્ષર લાગે મેઘધનુષી રંગ ને હૈયે વરસે એ  પ્રેમ


Actions

Information

One response to “સાવનના મોસમની વાત જાવા દો પ્રિયતમ સાવન તો કાળોકેર”

29 06 2007
વિશ્વદીપ બારડ (12:02:56) :

ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે
એક કવિનું એન્કાઉન્ટર લખું

wow! it’s good one!

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>