ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે

29 06 2007

dsc00150.jpg

ગાગરમાં   સાગર    લખું
ગામ તણું  પાદર    લખું

બોલ  તું  કેમ  છે  એટલું?
યાદ કરું  ને  સાદર લખું

જિંદગીનો  અર્થ  પુછો તો
શ્વાસની અવર જવર લખું

ઓણ સાલનું  ચોમાસું બેઠુ
મુજ આંખમાં તરબતર લખું

તું  કમળ  ખીલતું  છે  તો
મુજ નેણમાં છે સરવર લખું
તે લખ્યા બહુ લેખ વિધાત્રી
હું   આજે  તુજ મુકદર લખું.
રસ્તે રઝળતી નગ્નતાને શું કહું?
ખેવના પ્રભુની   દિગંબર લખું

ઈશ્વર વિશે એક હરફના કહેવાય
પથ્થર પથ્થર બસ પથ્થર લખું

ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે
એક કવિનું  એન્કાઉન્ટર લખું

“નારાજ” થી “નીલું’નું   અંતર
બે ઈંટ વચ્ચે જેમ ચણતર લખું.


Actions

Information

8 responses to “ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે”

29 06 2007
sujata (10:52:04) :

te lakhyu bahu lekh vidhatri,hoon aje tuj mukadar lakhu……….kyaa baat hai………sabdo ni machine gun laine betha chho…….aar paar nikli jaaye chhe sabdo……………………

29 06 2007
Rajendra Trivedi, M.D. (13:03:22) :

“Jindagino arth puchoto
shwasni avar-javar lakhu.”

Keep your blog alive.
Life is short in the infinite time,
But,sweet to serve others in need.
ENJOY YOUR WORK!

29 06 2007
કુણાલ (18:57:22) :

તે લખ્યા બહુ લેખ વિધાત્રી
હું આજે તુજ મુકદર લખું.

ઈશ્વર વિશે એક હરફના કહેવાય
પથ્થર પથ્થર બસ પથ્થર લખું

ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે
એક કવિનું એન્કાઉન્ટર લખું

“નારાજ” થી “નીલું’નું અંતર
બે ઈંટ વચ્ચે જેમ ચણતર લખું.

બિમલભાઈ, આ શેર ખૂબ જ ગમ્યાં…..

સુંદર … :)

3 07 2007
Jugalkishor (03:36:43) :

ગમે તેવો ખાખીય કવિનું એન્કાઉન્ટર કરી ન શકે. જુઓને એક ‘ખાખી-વ્યક્તિ’ કરવા ગઈ એન્કાઉન્ટર ને ખોલાઈ ગયું એક નવલા સબ્જેક્ટનું એકાઉન્ટ !!

કેવું મઝાનું કાવ્ય પોતાના કાઉંટર ઉપર શણગારીને મુકી આલ્યું છે ! સાબાશી કોને આપવી, જીતી ગયેલા કવિને કે હારીને ય સર્જી બેઠેલા કહેવાતા ‘નામના’ ખાખીને ???! ફક્ત ‘વાહ્’ કહીને ‘બધું’ કહીશ.

7 07 2007
Kuldeep (09:12:12) :

great !!!!!!!!

8 07 2007
chetu (12:45:19) :

hraday sparshi..!!!

10 07 2007
nilam doshi (08:31:54) :

આ ખાખીના ખોફથી ડરવાને બદલે માણવાની ઇચ્છા થાય તેવું છે.અને મારે માટે તો ખાસ.કારણ પણ છે જ.

31 07 2007
nilam doshi (03:23:50) :

narajni narajagi saras vyakt thay che shabdo ma

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>