મૌન રહેવામાં માન છે સન્માન છે

23 09 2007

મૌન રહેવામાં માન છે સન્માન છે

આપણી વાત કોઈને ગમે ના ગમે

દેવ ડુંગરે કદાચ એટલે ગયા હશે

એમની ચંચૂપાત કોઈને ગમે ના ગમે

ઉગીને સુરજ કેમ આથમે છે ના પુછો

ફુલોની બારાત કોઈને ગમે ના ગમે

રહી જુદા દુનિયાને ભેટ અનોખી આપીએ

સહિયારી સોગાત કોઈને ગમે ના ગમે

હરરોજ વાટ નીરખું છું સંધ્યાને બારણે

મળવા દિનરાત કોઈને ગમે ના ગમે

“નારાજ” આ સંસારે સાધુ નથી થાવું

જોગીની જમાત કોઈને ગમે ના ગમે


Actions

Information

12 responses to “મૌન રહેવામાં માન છે સન્માન છે”

23 09 2007
Rajendra Trivedi, M.D. (14:22:22) :

“નારાજ” આ સંસારે સાધુ નથી થાવું

જોગીની જમાત કોઈને ગમે ના ગમે

KEEP WRITTING YOU WILL BE AND FIND WHAT YOU ARE IN SEARCH!!!

23 09 2007
shivshiva (16:45:56) :

congrates as you have finished one year of your blog.

23 09 2007
ઊર્મિ (18:03:27) :

દેવ ડુંગરે કદાચ એટલે ગયા હશે
એમની ચંચૂપાત કોઈને ગમે ના ગમે

saras…

Congratulation on your one year blog-birthday!

23 09 2007
કુણાલ (18:11:10) :

મૌન રહેવામાં માન છે સન્માન છે
આપણી વાત કોઈને ગમે ના ગમે

અરે બિમલભાઈ, તમે મૌન થઈ જશો તો કેમ ચાલશે !!!

:)

આમ જ લખતાં રહો … અને મૌન તો બિલકુલ નહિ..

23 09 2007
pravinash1 (22:01:34) :

આપણી વાત કોઈને ગમે ના ગમે
મૌન રહેવામાં માન છે સમ્માન છે
એ સો ટકાની વાત છે
એમાં શંકાને સ્થાન નથી

24 09 2007
gopal h parekh (02:33:34) :

nav bolyamaa nav gun vaat saav sachi, pan aapne bol bol karyaj karie,bole tena bor vechaay, juo tamaara bor vahechana ne.

24 09 2007
gopal h parekh (02:35:11) :

tame maun rahya hot to aa geet amne kyanthi malat.

24 09 2007
nilam doshi (09:28:25) :

અભિનન્દન પ્રથમ વરસના.બીજુ વરસ વધુ ને વધુ પ્રગતિકારક નીવડે એવી શુભેચ્છાઓ.

દેવ ડુંગરે ક્દાચ એટલે ગયા હ્સે..
એમનો ચંચુપાત કોઇને ગમે ન ગમે…
સરસ પંક્તિ

24 09 2007
sujata (13:40:43) :

each sher is good……..keep it up ……..

kalam,sabdo,shyahi,mahenat,vicharo sahune amari shubhechha…………..

27 09 2007
Pinki (14:30:21) :

Congratulations……..

nice poem !!!

29 09 2007
chetu (14:03:13) :

સાચી વાત છે..!આપણી વાત કોઇ ને ગમે ના ગમે…મૌન રહેવા માં માન છે…

10 01 2008
sachin (06:36:51) :

khub saras

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>