હું બસ એટલું જાણું છુ તુ ફુલ સરખી કોમળ છે
27 09 2007શ્રાવણની હેલી છે સાવ સુની ડેલી છે
ભીંજવે છે નખશિખ વર્ષા તારી સહેલી છે
અશ્રુ વહનનું આવું કારણ કોણ માનશે ?
હું જો કહુ કે તે એવી આગ રુદિયે મે’લી છે.
હું બસ એટલું જાણું છુ તુ ફુલ સરખી કોમળ છે
મે ક્દી કયાં કહ્યુ કે તું જુઈ ચંપો કે ચમેલી છે.
આજકાલ ભલે સુકાઈ ગઈ પ્રેમની સરિતા
ક્યારેક હ્રદય મધ્યે મિત્રો બે કાંઠે વહેલી છે.
હું તને કઈ રીતે એ કહી શકું તુ જ કહે
મુજ હૈયાની વાત જે તુજ હોઠે અટકેલી છે
યાતના છે વેદના છે આંસુ છે ડુમો છે
દોસ્ત જિઁદગી એક કોયડો યાને પહેલી છે
“નારાજ”નું પુછતા હોતો છોરો છે ગોવાળનો
નીલું ગોકુળની ગોવાલણ ઘેલી છે
Comments : 4 Comments »
Categories : ગુજરાતી બ્લોગ જગત
Recent Comments