શ્રાવણની હેલી છે સાવ સુની ડેલી છે
ભીંજવે છે નખશિખ વર્ષા તારી સહેલી છે
અશ્રુ વહનનું આવું કારણ કોણ માનશે ?
હું જો કહુ કે તે એવી આગ રુદિયે મે’લી છે.
હું બસ એટલું જાણું છુ તુ ફુલ સરખી કોમળ છે
મે ક્દી કયાં કહ્યુ કે તું જુઈ ચંપો કે ચમેલી છે.
આજકાલ ભલે સુકાઈ ગઈ પ્રેમની સરિતા
ક્યારેક હ્રદય મધ્યે મિત્રો બે કાંઠે વહેલી છે.
હું તને કઈ રીતે એ કહી શકું તુ જ કહે
મુજ હૈયાની વાત જે તુજ હોઠે અટકેલી છે
યાતના છે વેદના છે આંસુ છે ડુમો છે
દોસ્ત જિઁદગી એક કોયડો યાને પહેલી છે
“નારાજ”નું પુછતા હોતો છોરો છે ગોવાળનો
નીલું ગોકુળની ગોવાલણ ઘેલી છે
ખૂબ સુંદર અને ભાવવાહિ રચના… અભિનંદન બિમલ!!
સરસ રચના
મુજ હૈયાની વાત જે તુજ હોઠે અટકેલી છે
યાતના છે વેદના છે આંસુ છે ડુમો છે
દોસ્ત જિઁદગી એક કોયડો યાને પહેલી છે
એક્દમ સુંદર શબ્દો..
koi sacho kalakar j sabdo ne kotri sakey……….beautiful words……….keep it up……………………
i have nice gajal
i love my soshial
jay goga maharaj
jay vadvala
THANK YOU