નોખો આદમી મળે અનોખો આદમી મળે
22 10 2007નોખો આદમી મળે અનોખો આદમી મળે
મેલાઘેલા કપડાંમાંય ચોખો આદમી મળે
બાંધે મંદિર મસ્જ્દિ ઈશ્વર નહીં મળે
જો ભીતર પથ્થર તોડો તો આદમી મળે
વ્યવહાર એટલે ટોળે ટોળાં આદમ તણાં
પ્રેમમાં એક આદમીને બીજો આદમી મળે
સારા નરસાનો ભેદ હવે ક્યાં જઈ ઉકેલવો
જેવો અવસર એવું ગાણું ગાતો આદમી મળે
અછૂતો ખ્યાલ સુણી કરે છે વાહ વાહ દુબારા
પંડીતજી અભડાઈ જાય અછૂતો આદમી મળે
“બીમલ” ખોવાયો છે આદમના કાળથી
આદમીના રુપમાં નૈ સાચો આદમી મળે
Categories : મારું કવન..મારું જીવન
Recent Comments