ચોપાનીયાં કેલેન્ડરના ચિતરામણમાં જીવ્યા છીએ.

9 10 2007

404805088_f25d6e6ffe.jpgવનમાં જીવ્યા છીએ વૃંદાવનમાં જીવ્યા છીએ

અમે આખું આયખું દોસ્ત રણમાં જીવ્યા છીએ

 

શું ટાઢ તડકો ? કે ચોમાસું કે શું હેલી વર્ષાની ?

ભવરણમાં ભટક્યા છીએ ગૌધણમાં જીવ્યા છીએ.

 

ખેતરમાં સૌના નિપજ્યું સોના જેવું ખાતર ને

અમે અહીં દોસ્ત છાણ ઝરણમાં જીવ્યા છીએ

 

સોરઠના સાવજ થૈ કાં ઘુમો છો દોસ્તો

અમે દરઅસલ સિંહો ભેળા સાસણમાં જીવ્યા છીએ.

 

રાહબાર રહ્યા તોયે રાહબર સદા રહ્યા અમે

કેમ ભુલો છો અણહિલપુર પાટણમાં જીવ્યા છીએ.

 

અફસોસ એ વાતનો કાલે કરતા ના “બીમલ” કે

ચોપાનીયાં કેલેંન્ડરના ચિતરામણમાં જીવ્યા છીએ.