ચોપાનીયાં કેલેન્ડરના ચિતરામણમાં જીવ્યા છીએ.
9 10 2007
વનમાં જીવ્યા છીએ વૃંદાવનમાં જીવ્યા છીએ
અમે આખું આયખું દોસ્ત રણમાં જીવ્યા છીએ
શું ટાઢ તડકો ? કે ચોમાસું કે શું હેલી વર્ષાની ?
ભવરણમાં ભટક્યા છીએ ગૌધણમાં જીવ્યા છીએ.
ખેતરમાં સૌના નિપજ્યું સોના જેવું ખાતર ને
અમે અહીં દોસ્ત છાણ ઝરણમાં જીવ્યા છીએ
સોરઠના સાવજ થૈ કાં ઘુમો છો દોસ્તો
અમે દરઅસલ સિંહો ભેળા સાસણમાં જીવ્યા છીએ.
રાહબાર રહ્યા તોયે રાહબર સદા રહ્યા અમે
કેમ ભુલો છો અણહિલપુર પાટણમાં જીવ્યા છીએ.
અફસોસ એ વાતનો કાલે કરતા ના “બીમલ” કે
ચોપાનીયાં કેલેંન્ડરના ચિતરામણમાં જીવ્યા છીએ.
sundar vaat kari bimalbhai …
aajkaal to jivan calendar j bani gayu chhe ..
તમે અનોખા આદમીને અનોખી રીતે (કેલેંડરની બહાર, એની અસલ મુદ્રામાં)મુક્યો છે. આ રચના એના બળુકા શબ્દોને લીધે ગમી જાય છે.
વધુ ને વધુ આપતાં રહેશો.