ગામની એક છોરીને વર્ષ થયા સત્તર
27 11 2007ગામની એક છોરીને વર્ષ થયા સત્તર
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર……….
થોડી કાળી થોડી ધોળી
કોણે રુપના દરિયે ઝબોળી
આમ લાગે બાળી ભોળી
ને કરે છે જાદુ જંતર ……..
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર
એણે હળવેથી વાળ જ્યાં ખંખેર્યા
કે થઈ ગઈ હવા અત્તર
વાતાવરણમાં ગુંજી ઉઠ્યા
પ્રેમના મૂંગા મંતર …..
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર
કોઈ કહે છે ચાંદ કોઈ કહે છે પરી
કોઈ કહે ફુલ છે કોઈ કહે ફુલઝડી
ગામના છોરા કંઈ સમજે એ પહેલાં
ભુલી ગયા ભણતર …….
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર
Categories : મારું કવન..મારું જીવન
Recent Comments