ફુલોના ભારથી ઝૂકે છે ડાળીઓ
ઝુલે છે કિંતુ ના તૂટે છે ડાળીઓ
હું ઈચ્છાને કેમ કરી ટાળું કહો
ડાળી પર રોજ ફૂટે છે ડાળીઓ
પાનખરમાં ખરતા પાન જોઈને
શું વાત છે કે ફૂલે છે ડાળીઓ ?
હલબલી જાશે મૂળ તો શું થાશે?
મૂળ વાત કેમ ભૂલે છે ડાળીઓ
“નારાજ “ પાઘડીનું ભાન નથીને
મન ફાવે તેમ ધૂણે છે ડાળીઓ
હું ઈચ્છાને કેમ કરી ટાળું કહો
ડાળી પર રોજ ફૂટે છે ડાળીઓ
Excellent One.
Ketan
સરસ..
ડાળીઓનું કામ છે,
રોજ નવેસરથી ઉગવાનું..
પાનખર ની સામે લડવાનું..
મૂળીયા સાથે દોસ્તી બાંધવાનું..
bahu fine lakhyu chhe…ne blog nu naam pan saras Che.
all shers are wonderful……kalam have talwar bani chhey…….
very interesting, but I don’t agree with you
Idetrorce