ચાલ અડોઅડ બેસીએ ભીની રેતમાં
24 11 2007ચાલ અડોઅડ બેસીએ ભીની રેતમાં
શ્વાસ બે- ચાર ભરીએ ભીની રેતમાં
ફરી ઘર ઘર રમીએ ભીની રેતમાં…..ચાલ અડોઅડ
ગામ ગલી પાદર ખેતર
પાંખ ફફડાવતા ગભરુ તેતર
સઘળુ ચિતરીએ ભીની રેતમાં …ચાલ અડોઅડ
મારા તારા અધુરા સપનાની વાતો
ધારણાથી પર કરેલ ધારણાની વાતો
થોડુ ઓર ભીંજાઈએ ભીની રેતમાં…ચાલ અડોઅડ
લાલી તારી લઈને સુરજ ડુબે એ પહેલાં
વ્યાકુળ હૈયાની ધીરજ ખૂટે એ પહેલાં
ઉના શ્વાસ ભરીએ ભીની રેતમાં ..ચાલ અડોઅડ
Comments : 9 Comments »
Categories : મારું કવન..મારું જીવન
Recent Comments