ગામની એક છોરીને વર્ષ થયા સત્તર

27 11 2007

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

        ગામની એક છોરીને વર્ષ થયા સત્તર……….

 

થોડી કાળી થોડી ધોળી

કોણે  રુપના દરિયે ઝબોળી

આમ લાગે બાળી ભોળી

ને  કરે છે જાદુ જંતર ……..

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

 

એણે હળવેથી વાળ જ્યાં ખંખેર્યા

કે થઈ ગઈ હવા અત્તર

વાતાવરણમાં ગુંજી ઉઠ્યા

પ્રેમના મૂંગા મંતર …..

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

કોઈ કહે છે ચાંદ કોઈ કહે છે પરી

કોઈ કહે ફુલ છે કોઈ કહે ફુલઝડી

ગામના છોરા કંઈ સમજે એ પહેલાં

ભુલી ગયા ભણતર …….

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર