આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
12 01 2008આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
ને પાંપણે મૂક્યા પહાડ
જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે
છાતીમાં પડી ગઈ તિરાડ
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
છાતીમાં પડી ગઈ તિરાડ
ખંડેરમાં પડઘાતું મારું એકાંત ને
પડઘે થરથરતાં કાંટાળાં ઝાડ
વાત તારી માંડે જ્યાં મૂંગા પથ્થરો
તૂટતી જાય એકએક નાડ
આંખોમાં રોપ્યા તે લીલીડાં સપના
ને છાતીમાં પડી ગઈ તિરાડ
હૈયા સરખો ચાંપી દે મને
વરસાવી દે સઘળા વ્હાલ
કાળા વાદળની છાતી ચીરીને
પછી આંજી દે ઉજળો ઉઘાડ
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
ને છાતીમાં પડી ગઈ તિરાડ
દોસ્ત !
વિષય અને વિચાર બન્ને સરસ લાગ્યા,પણ….
વારંવાર પ્રયત્ન કરવા છતાં લય મારા ગળે ઉતરી નહી.
કઈક ખૂટતું/ખૂંચતું હોય એવું કેમ લાગ્યું?
જરા જોઇ લેજેને ?
સુંદર રચના,વધુ સુંદર બને -આશય માત્ર એટલો છે.
અને હા !
મારી ગઝલો તને ગમી-એ ગમ્યું.
આભાર.
lay ange maheshbhai saathe sahmat chhu. paN bhav saundarya thi bharpur rachana chhe. khub saras!
મેહુલભાઈ / હેમંતભાઈ બિલકુલ સાચી …લય તૂટે છે કશુંક ખૂટે છે….જે મને પણ મહેસુસ થયું હતુ અને થાય છે…….હું એ માટે પ્રયત્ન કરી રહ્યો છું ….પણ હજી સુધી વાત આગળ વધતી નથી….
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
ને પાંપણે મૂક્યા પહાડ
જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે
છાતીમાં પડી ગઈ તિરાડ
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
- સુંદર રચના, બિમલભાઈ… ગીત હોય કે ગઝલ- બંને લય કે છંદના સથવારે જ ચાલી શકે છે. કોઈ લયની જાણકારી વિના લખાયું હોવા છતાં આ ગીત લયની ખાસ્સું નજીક છે. એને મઠારી શકાય તો ઉત્તમ…. પરંતુ એકંદરે સુંદર શબ્દો, મજાના કલ્પનો અને સરવાળે ઉત્તમ ભાવાભિવ્યક્તિ…
અતિ સુંદર રચના…
કાયમની જેમ જ આ વખતે પણ તારી રચના ભાવથી ભરપૂર અને ઊર્મિથી તરબતર છે બીમલ. પરંતુ આગળ સુધારા અને ક્વોલિટી માટે હું વિવેક સાથે 100% સહમત છું. છંદ અને લયની ઘણી નજીક હોય છે તારે રચનાઓ… અને એકવાર થોડો છંદ પર જો તારો હાથ બેસતો થઈ જાય તો તારી લગભગ બધી રચનાઓ ઘણી ઉંચાઈ સુધી પહોંચી શકે છે, એમાં કોઇ શક નથી. અને કાયમ જે હું બધે એકનું એક ગાણું ગાયા કરું છું એ અહીં પણ ગાઈ લઉં, એજ કે રઈશભાઈ મનીઆરનું ‘ગઝલ: રૂપ અને રંગ’ પુસ્તક લઈ અભ્યાસ કરવાનું ચાલુ કરશે તો ખૂબ જ ઝડપથી ફાયદો થશે.
maja avi… likhate raho…
bhava sabhar.