આ આંસુઓ એ વાતની ગવાહી છે
20 01 2008આ આંસુઓ એ વાતની ગવાહી છે
કે લાગણીઓ હ્રદયની પ્રવાહી છે
કોરી ગાગર જેમ દિલે ક્શું ઝમે સખી
તો પહેલા પ્રેમની પહેલી નિશાની છે
કાંટાળી હશે ભલે વાડ એ વિઁટળાશે
આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !?
છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર
ખુદાના હોવાનીય આવી કહાની છે
“નારાજ” એના રૂપને શું ઉપમા ? શું રૂપક?
જે ઓઢે “નીલુ” એ હર ઓઢણી સુહાની છે
ભાઈશ્રી બીમલ,
કુશળ હશો.”છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર” વાંચતાં એક અભણ અને ધૂની માણસે સંભળાવેલ એક ગહન વાત યાદ આવે છે. શબ્દો છે:”ઈંટ પૂજ્યે જો અલ્લાહ મળતા હોય તો ઈંટવાડો પૂજીએ;અને પથ્થર પૂજ્યે જો ઈશ્વર મળતા હોય તો પહાડ પૂજીએ.” મહાત્મા ગાંધીનું પણ આવું જ કંઈક કથન સ્મરણમાં છે.ખાત્રી કરી લેવા વિનંતી,અન્યથા આપના અધિકાર હેઠળ રદ કરી દેશો.તો તેમનું કથન છે:”ઈશ્વરની પ્રતિમાને માત્ર પ્રતિક માનીને મનમાં તેને નિરંજન નિરાકાર ગણી પૂજા-અર્ચના કરવામાં આવતી હોય તો હું મૂર્તિપૂજક છું;પણ,પ્રતિમાને જ ઈશ્વર માનવામાં આવે તો માની લો કે હું મૂર્તિભંજક છું.”
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
કાંટાળી હશે ભલે વાડ એ વિઁટળાશે
આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !?
sundar shabdo … !!
છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર
ખુદાના હોવાનીય આવી કહાની છે
bahu j sars rachna che…..
http://manzarukho.blogspot.com/
ભાવવાહી ગઝલ… સુંદર શેર થયા છે..
“નારાજ” એના રૂપને શું ઉપમા ? શું રૂપક?
જે ઓઢે “નીલુ” એ હર ઓઢણી સુહાની છે
sundar !
very nice..!! congrats..
superb paheli be line to jaane..ekdum…pravahi j che..vahi ne dil ma j pahochi jaay….
superb paheli be line to jaane..ekdum…pravahi j che..vahi ne dil ma j pahochi jaay
paheli comment ma mara blog nu adress khotu mukayu che