ના ભાંગ ના ગાંજો ના ચરસ પીધી હતી
આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી
સુરજ સાખે દેતુ”તુ કોઈ ચાંદની ના સમને
મેં તમારી કસમ રાત દિવસ પીધી હતી
મારી દિવાનગીને કોઈ મજબૂરીનું નામ ના દે
મીરાંની જેમ થઈને શ્રધ્ધાવશ પીધી હતી.
ઈશ્વર વિશે એકદિ ઈશ્વરને પુછી બેઠો હતો
પીઠામાં બેસી સામસામે અરસપરસ પીધી હતી.
“નારાજ”ની નારાજગીના કારણ રુપાળાં છે
એણે રાત ઉજાગર કરવા તમસ પીધી હતી.
good one
મારી દિવાનગીને કોઈ મજબૂરીનું નામ ના દે
મીરાંની જેમ થઈને શ્રધ્ધાવશ પીધી હતી.
waah ..
ઈશ્વર વિશે એકદિ ઈશ્વરને પુછી બેઠો હતો
પીઠામાં બેસી સામસામે અરસપરસ પીધી હતી.
“નારાજ”ની નારાજગીના કારણ રુપાળાં છે
એણે રાત ઉજાગર કરવા તમસ પીધી હતી.
bahot khoob ..
bimalbhai ghana vakhate avya pan khub j sundar kruti saathe aavya .. !!
abhinandan ..
‘naraj’ bhai gazal thi naraj nathi ae vaat no aa puravo chhe. i like it very much so keep it up &up
sundar bhav che…
very nice !
મારી દિવાનગીને કોઈ મજબૂરીનું નામ ના દે
મીરાંની જેમ થઈને શ્રધ્ધાવશ પીધી હતી
બહુત ખુબ બીમલભાઇ આ શેર બહુજ ગમ્યો
સ્નેહી ભાઈશ્રી બિમલ,
ઘણા સમયથી આપણે ઉભય પક્ષે વાણીવિનિમયથી ચૂપ છીએ. પણ, બૂઝુર્ગીના હકથી તમને પૂછીશ કે ‘નારાજ’ તો નથી ને! તમારી ‘About me’ ઉપરની કોમેન્ટ ઉપર નજર પડી અને યાદ તાજી થઈ. કુશળ હશો. અગાઉ જૂન પૂર્વેના ત્રણ મહિના વેકેશન અને જુલાઈ હજુ સુધી કોરોધાકોડ મારી જ જેમ! ભાઈ, આ તો કેમ હાલે! હૈયે ‘ખુમારી’ લાવો અને પકડો કલમ, હજી દીર્ઘ મજલ કાપવાની છે!
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી….
ભાવોની સુંદર અભિવ્યક્તિ !
http://www.aasvad.wordpress.com
Bimalbhai, tame ghana divas pahela kidhu hatu pan aje time maliyo, bahu mast che,navu lakhta raho and kaheta raho.
સરસ રચના .. અભિનંદન