ભલા થઈને કરો કોશિશ કર્યા વગર નહીં મળે
જોડીને હાથ બેસી રહેશો તો ડગર નહીં મળે
એણે કંઠે રાખ્યું ઝેર અહીં સૌ નાભિમાં રાખે છે.
ભોળા મળશે તને જગમાં કોઈ શંકર નહીં મળે.
સદાયે લોહી સાથે વણી રાખો મીરાં કેરી શ્રધ્ધા
બધાયે ઝેર થાશે બેઅસર કોઈ અસર નહીં મળે
ફેંદો નહીં દોસ્ત કિતાબો સરનામું શોધવા એનું
અક્ષર-અક્ષર ઉકેલાશે ને ખુદા અકસર નહીં મળે
ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત
મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે
તમથી રહે નારાજ તો કેવો ભટકી જાય ના પુછો
છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે



Recent Comments