એની આંખોમાં ઘણું લખેલું હતું
પ્રેમના પાઠ કોણ ભણેલું હતુ.
અમે તોફાનો સાથે બાથ લીધી
ને હંફાવી ગયું એ હલેસું હતું
હું ચાહું છું તને ચાહું છું ભલા
આટલું કહેવુ એ ક્યાં સહેલું હતું
રાત આખી અડીખમ અંધારુ
પલકોમાં ઉષાની ઝુકેલું હતું
બંધ આંખે બદલી દિશા ચાલ્યો
ચરણ થંભ્યા જ્યાં તારું ડેલું હતું
નારાજ આજે ડંખે છે નસેનસમાં
જે કાલે લોહી સાથે વણેલું હતું
saras abhivykti…
બંધ આંખે બદલી દિશા ચાલ્યો,
ચરણ થંભ્યા જ્યાં તારું ડેલું હતું.
Now,Eyes are open,
ears are too.
Keep mind and heart open and receive thy!
and keep thy till last breath in this time.
http://www.yogaeast.net
નારાજ આજે ડંખે છે નસેનસમાં
જે કાલે લોહી સાથે વણેલું હતું
સરસ અભિવ્યક્તિ
અમે તોફાનો સાથે બાથ લીધી
ને હંફાવી ગયું એ હલેસું હતું
ખરેખર ખુબ જ સરસ કલ્પના આપે કરી છે. જેનો સાથ લઈ જીંદગીના તોફાનો સામે ઝીંક ઝીલી તે જ આપણને કોઈક વાર હંફાવે છે પણ એના વીના ચાલતું પણ નથી.
સ-રસ અભિવ્યક્તિ… વધુ આનંદની વાત એ છે કે તમારી આ રચના છંદની ઘણી જ નજીક છે.
waaah
khub saras
બંધ આંખે બદલી દિશા ચાલ્યો,
ચરણ થંભ્યા જ્યાં તારું ડેલું હતું.
saras, maja avi gai
હું ચાહું છું તને ચાહું છું ભલા
આટલું કહેવુ એ ક્યાં સહેલું હતું
અમે તોફાનો સાથે બાથ લીધી
ને હંફાવી ગયું એ હલેસું હતું
આ વાત કેટલી સુસંગત છે ! અદભુદ.
હું ચાહું છું તને ચાહું છું ભલા
આટલું કહેવુ એ ક્યાં સહેલું હતું
bahot khoob ..