અમારા ચરણ સાથે હજીયે સફરમાં છે મારગ
જીવતરના સારા-નરસા અવસરમાં છે મારગ
આ ક્યાં ઘડીની વાત છે યુગોની છે રઝળપાટ
હજી મારગમાં ઘર અમારું ને ઘરમાં છે મારગ
ખડ ખૂટ્યાની વેદના ભલા તમને શી ખબર?
આંસુ નહીં અહીં આંખની દડદડમાં છે મારગ
અમે રાહબર છતાં ભટકતા રહયા જીવનભર
ને પથ ભુલ્યાને ચીંધી દીધો પલભરમાં મારગ
ભાતીગળ સંસ્કૃતિના છપાવે છે પ્રચારમાં ચિત્રો
જાગો “નારાજ” બની રહયો છે કેલેન્ડરમાં મારગ


khubaj saras naraj saheb
સરસ રચના
અમે રાહબર છતાં ભટકતા રહયા જીવનભર
ને પથ ભુલ્યાને ચીંધી દીધો પલભરમાં મારગ
વાહ્
યાદ
અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’
“NARAJ” LAGE CHE DUNIYA THI NARAJ,
TENI KAVINA MAA HOI CHE DARD NA SAAD,
VADHARE TO NAHI KAHI SAKU KASU HU,
KEM KE NATHI HU “NARAJ” THI “NARAJ”
NARAJ ne khub khub abhi nandan aavi uttam rachnaoo karwa badal.
Yudhin D. Acharya
Rajkot
nice with very nice pictures..
congrats
સુંદર રજૂઆત. અભિનંદન.
માલધારી અને વણઝારાના જીવનને ચિતરતી ખુબ સુંદર રચના. ખાસ કરીને
અમે રાહબર છતાં ભટકતા રહયા જીવનભર
ને પથ ભુલ્યાને ચીંધી દીધો પલભરમાં મારગ .. સરસ.
આ આખી રચનામાં પણ છંદ અને માત્રાની રીતે સુધારો કરો તો ઉત્તમ બની શકે એવી કૃતિ છે.
અમે રાહબર, છો ભટકતાં રહ્યાં પણ
ભૂલેલા પથિકને ધરી દીધો મારગ …
ભાઇશ્રી નીરજ,
આપના બ્લોગપરની “અર્પણ રક્ષાબંધને માલધારી બેનોને” નામની રચના ખરેખર હ્રદયને શ્પર્શી ગઇ.હું કચ્છનો રહેવાસી છું.ત્યાં વસતાં ગ્રામ્યજનોના જીવનમાંથી પરવર્તીત થતી બધી વ્યથઓનું પ્રતિબીબ તમારી રચનામાં દેખાય છે.
આભાર
-પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”